અમેરિકાનના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ગયા સપ્તાહે જણાવ્યું હતું કે તેમની સામેના કેસમાં તેમને દોષિત ઠેરવાય અને સજા થાય તો પણ પોતે 2024ની અમેરિકન પ્રેસિડેન્ટ પદની ચૂંટણી લડવામાંથી પીછેહટ નહીં કરે. અમેરિકાના બંધારણમાં આ પ્રકારની કોઈ જોગવાઈ નથી, ટ્રમ્પનો દાવો છે કે તેમની સામેની કાર્યવાહી તેમનું પુનરાગમન રોકવા માટે જ કરાઈ રહી છે.
રીપબ્લિકન પાર્ટીના પ્રેસિડેન્ટ પદની ચૂંટણીના ફ્રન્ટરનર ટ્રમ્પે પોતાની સામેના બહુવિધ આરોપો અંગે એવો દાવો કર્યો હતો કે તેમણે પ્રેસિડેન્ટના હોદ્દા માટે દાવેદારી નોંધાવી હોવાથી જ તેમની સામે એક પછી એક આરોપ મૂકવામાં આવી રહ્યા છે. ક્લાસીફાઇડ સરકારી દસ્તાવેજો હેન્ડલ કરવા બદલ તેમની સામેના આરોપોનો આયામ પ્રોસીક્યુટર્સે વિસ્તૃત કર્યો તેના પછી તરત જ આપેલા ઇન્ટરવ્યુમાં ટ્રમ્પે આમ જણાવ્યું હતું.
રેડિયો હોસ્ટ જ્હોન ફ્રેડરિક્સે પૂછ્યું કે સજા થાય તો તેમનો પ્રચાર બંધ થઈ જશે ખરો? ટ્રમ્પે ઝડપથી જવાબ આપ્યો: “બિલકુલ નહીં.