ભારતીય ક્રિકેટ ટીમ આ મહિનામાં આયર્લેન્ડના પ્રવાસે જવાની છે, ત્યાં તે ત્રણ ટી-20 મેચ રમશે. 18 ઓગસ્ટે પ્રથમ, 20 ઓગસ્ટે બીજી અને 23 ઓગસ્ટે ત્રીજી ટી-20 નિર્ધારિત છે, ત્રણે મેચ ડબ્બિનમાં રમાવાની છે. આ માટેની ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત સોમવારે (31 જુલાઈ) કરાઈ હતી.
ટીમમાં મોટા ભાગના જુનિયર, યુવા ખેલાડીઓની જ પસંદગી કરાઈ છે. લાંબા સમય પછી ક્રિકેટમાં વાપસી કરી રહેલા ભારતના મુખ્ય ઝડપી બોલર જસપ્રીત બુમરાહને ટીમનું સુકાનીપદ સોંપાયું છે. બુમરાહની પીઠની ઈજા અને સર્જરી પછી લગભઘ એક વર્ષે તે ફરી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમશે. ભારતીય ટીમ આ મુજબ છેઃ
જસપ્રીત બુમરાહ (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, યશસ્વી જાયસ્વાલ, તિલક વર્મા, રીંકુ સિંહ, સંજુ સેમસન, જિતેશ શર્મા, શિવમ દુબે, વોશિંગટન સુંદર, શાહબાઝ અહમદ, રવિ બિશ્નોઈ, પ્રસિદ્ધ કૃષ્ણા, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર અને આવેશ ખાન.