વડા પ્રધાન ઋષિ સુનકે બુધવારે લેસ્બિયન, ગે, બાયસેક્સ્યુઅલ અને ટ્રાન્સજેન્ડર (એલજીબીટી) નિવૃત્ત સૈનિકો સાથે થયેલા અન્યાય માટે યુકે સરકાર વતી માફી માંગી હતી અને કહ્યું હતું કે સશસ્ત્ર દળોમાં તેમની તૈનાતી પર અગાઉનો પ્રતિબંધ બ્રિટિશ રાજ્યની “ભયાનક નિષ્ફળતા” હતી.
હાઉસ ઓફ કોમન્સમાં સુનકની માફી લોર્ડ એથર્ટનની એક સ્વતંત્ર સમીક્ષાના નિષ્કર્ષ બાદ આવી હતી કે વ્યક્તિની લૈંગિકતા અંગે વર્ષ 2000 પહેલાની તપાસ કર્કશ અને આક્રમક હતી અને કેટલાક નિવૃત્ત સૈનિકો અને તેમના પરિવારોના જીવન પર લાંબા સમય સુધી ચાલે તેવી ગંભીર અસરો થઈ હતી.
સુનકે કહ્યું હતું કે “આજનો અહેવાલ સ્પષ્ટ કરે છે તેમ, તે સમયગાળામાં ઘણા લોકોએ આ દેશની બહાદુરીપૂર્વક સેવા કરતી વખતે સૌથી ભયાનક જાતીય શોષણ અને હિંસા, હોમોફોબિક બુલિઇંગ અને ઉત્પીડન સહન કર્યું હતું. આજે, બ્રિટિશ રાજ્ય વતી, હું માફી માંગુ છું, અને મને આશા છે કે અસરગ્રસ્ત તમામ લોકો ગૌરવ અનુભવી શકશે.”