ગયા વર્ષે વુલ્વરહેમ્પટનમાં 16 વર્ષીય રોનન કાંડાની હત્યા બદલ વોલ્સલના કેર્ન ડ્રાઇવના પ્રબજીત વેધેસાને 18 વર્ષની અને વિલેનહોલના બેવલી રોડના સુખમન શેરગીલને ઓછામાં ઓછા 16 વર્ષની આજીવન જેલની સજા ફટકારવામાં આવી હતી. રોનન તેનું GCSE પૂરું કર્યું હતું અને સપ્ટેમ્બરમાં સીક્સ્થ ફોર્મની રાહ જોતો હતો.
તેના હત્યારા 16 વર્ષીય, પ્રબજીત વેધેશાને રોનનના એક મિત્ર સાથે અગાઉ ઝઘડો થયો હતો. પ્રબજીતે ત્રણ સહયોગીઓ સાથે મળીને રોનનના મિત્રને મળવાનું કાવતરું ઘડ્યું હતું. જે માટે તેઓ હથિયારો સાથે લઈ ગયા હતા.
20 વર્ષીય જોસિયાહ ફ્રાન્સિસ, 18 વર્ષીય જોસેફ વિટ્ટેકર, પ્રબજીત અને સુખમન શેરગીલ લાલ કોર્સા કારમાં વુલ્વરહેમ્પ્ટનના માઉન્ટ રોડ પર ગયા હતા. રોનન ઘરેથી નીકળતા જ પ્રબજીત વેધેસા અને 16 વર્ષીય સુખમન શેરગિલે કારમાંથી ઉતરીને રોનનનો પીછો કર્યો હતો. વેધેસાએ રોનન પર પાછળથી બે વાર કરતા તે ઢળી પડ્યો હતો અને ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યો હતો.અધિકારીઓએ તરત જ તપાસ શરૂ કરી ચારેયની ધરપકડ કરી હતી.
વુલ્વરહેમ્પટન ક્રાઉન કોર્ટે પાંચ સપ્તાહની ટ્રાયલ પછી બન્નેને સજા સંભળાવી હતી. ફ્રાન્સિસ અને વિટ્ટેકરને તમામ આરોપોમાંથી મુક્ત કરાયા હતા