Moksha Roy with mother Dr Ragini G Roy

યુનાઈટેડ નેશન્સની માઈક્રોપ્લાસ્ટિક પ્રદૂષણ સામેની સસ્ટેનેબિલિટી પહેલ માટે માત્ર ત્રણ વર્ષની વયે વોલંટીયરીંગની શરૂઆત કરનાર ભારતીય મૂળની સાત વર્ષની સ્કૂલ ગર્લ મોક્ષા રોયને બ્રિટિશ વડાપ્રધાનના પોઈન્ટ્સ ઓફ લાઈટ એવોર્ડથી નવાજવામાં આવી છે. ગયા અઠવાડિયે ડેપ્યુટી બ્રિટિશ પીએમ ઓલિવર ડાઉડેને મોક્ષ રોયને વિશ્વની સૌથી યુવા સસ્ટેનેબિલિટી એડવોકેટ તરીકે એવોર્ડ આપ્યો હતો. મોક્ષાને જરૂરિયાતમંદ બાળકોને મદદ કરવા માટે ભંડોળ એકત્ર કરવા સહિત અનેક સસ્ટેનેબિલિટી અભિયાનો માટે વોલંટિયરીંગ તરીકે ઓળખવામાં આવી છે.

શ્રી ડાઉડેને જણાવ્યું હતું કે “મોક્ષાએ યુએન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs) ને આગળ ધપાવતા તેના કાર્યમાં એક ઉત્તમ ઉદાહરણ સ્થાપિત કર્યું છે. તેણીએ શાળાના અભ્યાસક્રમમાં આનો સમાવેશ કરવા માટે નોંધપાત્ર પ્રયાસો કર્યા છે અને તેઓને આ અંગે વિચાર કરવા પ્રોત્સાહિત કરવા વિશ્વભરના નેતાઓ સાથે વાતચીત કરી છે. તેની શાળા હવે પ્લાસ્ટિક ગ્લિટર, કોન્ફેટી અથવા પ્લાસ્ટિક આર્ટ સપ્લાયનો ઉપયોગ કરતી નથી, જે તેણીની મજબૂત માન્યતાઓ અને વધુ સારી દુનિયા બનાવવા માટે તેણીની આસપાસના લોકોને બદલવાની ક્ષમતાનો પુરાવો છે.”

ભારતમાં વંચિત શાળાના બાળકો માટે શૈક્ષણિક સત્રોમાં મદદ કરનાર મોક્ષાએ કહ્યું હતું કે “હું પોઈન્ટ્સ ઓફ લાઈટ એવોર્ડ મેળવીને ખૂબ જ ખુશ છું અને આશા રાખું છું કે બાળકો અને પુખ્ત વયના લોકો સમજશે કે આપણે સુરક્ષિત રહી શકીએ તે માટે આપણી જ કાળજી રાખવી પડશે. આબોહવા પરિવર્તન, પ્રદૂષણ, ગરીબી અને અસમાનતા જેવા મોટા પડકારોનો સામનો કરવા માટે આપણામાંના દરેકે આપણા પોતાના જીવન, કાર્ય અને સમુદાયમાં નાની નાની બાબતો કરી શકે છે.”

તેના માતા-પિતા, રાગિણી જી રોય અને સૌરવ રોયે આનંદ વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY