શાળાઓ સમર હોલીડેઝ માટે તૈયાર છે અને જો તમને તમારા બાળકના સ્વાસ્થ્ય અથવા સુખાકારી વિશે કોઈ ચિંતા હોય, તો તમે વિચારતા હશો કે તમે ક્યાંથી સમર્થન મેળવી શકો છો. લંડનના કન્સલ્ટન્ટ બાળરોગ નિષ્ણાત ડૉ. આશુતોષ જોશી તમને મદદ મળી રહે તે માટે તેમની સલાહ શેર કરે છે.
1. ઓરી (મીઝલ્સ) માટે સાવચેત રહો
ઓરી (મીઝલ્સ) હાલમાં યુકે અને સમગ્ર યુરોપમાં ફેલાઇ રહ્યો છે. તે અત્યંત ચેપી છે અને રસી વગરના 10 માંથી 9 બાળકો જો તેનો ચેપ ધરાવતા કોઈ વ્યક્તિના નજીકના સંપર્કમાં આવશે તો તેમને તે ચેપ લાગી શકે છે. તે તેમને ગંભીર રીતે બીમાર બનાવી શકે છે અને ચેપ પછી થોડા વર્ષો સુધી તેમની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી શકે છે.
ઓરી સામાન્ય રીતે શરદી જેવા લક્ષણો (જેમ કે ઉચ્ચ તાપમાન, વહેતું અથવા બંધ નાક, છીંક અને ઉધરસ) સાથે શરૂ થાય છે અને થોડા દિવસો પછી શરીર પર ફોલ્લીઓ થાય છે.
ડૉ. જોશી ચેતવણી આપે છે કે “5માંથી 1 બાળકને હોસ્પિટલની મુલાકાત લેવાની જરૂર પડશે કારણ કે તે ન્યુમોનિયા (ગંભીર છાતીમાં ચેપ), મેનિન્જાઇટિસ (મગજમાં ચેપ), સેપ્સિસ અને ભાગ્યે જ થતા મૃત્યુ સહિતની ગંભીર તકલીફો તરફ દોરી શકે છે.”
જો કુટુંબના કોઈ સભ્યને ઓરી હોય, અને તેઓ વધુ સારા થવાને બદલે વધુ બીમાર થઈ રહ્યા હોય તો NHS 111 પર કૉલ કરો. અને ઓરીથી વધુ જોખમ ધરાવતા કોઈને પણ તેનો ચેપ ન લાગે તે માટે પગલાં લો, જેમ કે ગર્ભસ્થ અને નાના બાળકો, વૃદ્ધ લોકો અને ચેપનું જોખમ ધરાવતા લોકો. જ્યારે ફોલ્લીઓ પ્રથમ દેખાવાનું શરૂ થાય ત્યારેથી બાળકોએ ઓછામાં ઓછા 4 દિવસ શાળાથી દૂર રહેવું જોઈએ.
2. તમારા પરિવારને ગંભીર રોગો સામે રક્ષણ આપો
એમએમઆર રસીના બે ડોઝ ઓરી, તેમજ ગાલપચોળિયાં (મમ્પ્સ) અને રૂબેલાથી આજીવન રક્ષણ પૂરું પાડશે. ડો. જોશી સમજાવે છે કે રસીકરણ એ ઓરીથી ગંભીર રીતે બીમાર થવા સામે શ્રેષ્ઠ રક્ષણ છે, જેની કોઈ તબીબી સારવાર પણ નથી.
“યુકેમાં 1968માં ઓરીની રસી દાખલ કરવામાં આવી ત્યારથી, 20 મિલિયન ચેપ ટાળવામાં આવ્યા છે અને 4,500 લોકોના જીવન બચાવ્યા છે. અને જેટલા વધુ લોકો પાસે MMR રસી હશે, તેટલો જ આપણો આખો સમુદાય વધુ સુરક્ષિત બનશે.
ડૉ જોશી સમજાવે છે કે “રસીઓ આપણને જીવન બદલી નાંખતા રોગોથી રક્ષણ આપે છે, આપણા જીવનના તબક્કામાં જ્યારે આપણને તેની સૌથી વધુ જરૂર હોય છે. આમાં ગર્ભાવસ્થા, બાળપણ અને આપણા પછીના વર્ષોનો સમાવેશ થાય છે.”
તમારા બાળકના વ્યક્તિગત સ્વાસ્થ્ય રેકોર્ડમાં (જેને રેડ બુક તરીકે પણ ઓળખવામાં આવે છે) જોઇને તેણે કઇ રસી લીધી છે તે તમે ચકાસી શકો છો અને જો તે રસી લેવાનું ચૂકી ગયા હોય તો તેવી કોઈપણ રસી લેવાનું બુક કરવા માટે તમારી GP પ્રેક્ટિસનો સંપર્ક કરી શકો છો.
રસીકરણ વિશે nhs.uk/vaccinations પર વધુ વાંચો
‘Print out and keep’ pod
3. તેમના મૂડ અને વર્તનમાં ફેરફારને જુઓ
ડો. જોશી સમજાવે છે કે, આપણાં બાળકોને તેઓ કેવી લાગણી અનુભવી રહ્યા છે તે જણાવવા માટે પ્રોત્સાહિત કરવા મહત્વપૂર્ણ છે. “ગેજેટ-મુક્ત સાંજનું ભોજન, વાતો કરવી અને સુખાકારી (વેલબીઇંગ) વાર્તાલાપ કરવા માટે ઉત્તમ સમય આપો. જો કંઈક યોગ્ય લાગતું ન હોય તો, તેમને અથવા તેમની નર્તણુંક બાબતે કોઇ નિર્ણય કર્યા વિના – તેમને શું પરેશાન કરી રહ્યું છે તે શોધવાનો પ્રયાસ કરો.
“તેમને જણાવો કે તમે તેમને સાંભળવા અને સમર્થન આપવા માટે ત્યાં હાજર છો, અથવા તેઓ કોઈ શિક્ષક, વિશ્વાસુ પુખ્ત, મિત્ર સાથે વાત કરી શકે છે અથવા youngminds.org.uk પર ઑનલાઇન સલાહ મેળવી શકે છે.
- હતાશા (ડીપ્રેશન)
બાળકો પણ હતાશ થઈ શકે છે અને તેના લક્ષણોમાં નીચો મૂડ, આંસુ, ચીડિયાપણું, તેઓ જે બાબતોનો આનંદ માણતા નથી તેનો સમાવેશ થાય છે અને ઊંઘમાં ખલેલ પહોંચાડે છે.
- ચિંતા (એન્ક્ઝાઇટી)
કોઈ પણ વ્યક્તિ કોઇ પણ સમયે ચિંતિત અથવા બેચેન અનુભવી શકે છે, જો તે તમારા બાળકની સુખાકારી અથવા રોજિંદી બાબતો કરવાની ક્ષમતાને અસર કરતી હોય તો તેને ધ્યાનમાં લો. તેના લક્ષણોમાં ચીડિયાપણું, આંસુ આવવા કે કલ્જી થવું, પથારી ભીની કરવી અથવા ઊંઘની સમસ્યાઓનો સમાવેશ થાય છે, કેટલાક બાળકોમાં, તે પેટની સમસ્યાઓ તરીકે પણ દેખાઈ શકે છે. મોટા બાળકોને ધ્યાન કેન્દ્રિત કરવું મુશ્કેલ લાગે છે, ગુસ્સો આવે છે અથવા નકારાત્મક વિચારો આવે છે અને તેમની સામાન્ય રોજિંદા પ્રવૃત્તિઓ ટાળે છે.
- ખાવાની વિકૃતિઓ (ઇટીંગ ડીસોર્ડર્સ)
ખાવાની વિકૃતિઓ (ઇટીંગ ડીસોર્ડર્સ) એ માનસિક સ્વાસ્થ્યની સ્થિતિ છે જ્યાં ખોરાકના સેવનને નિયંત્રિત કરવાનો ઉપયોગ લાગણીઓનો સામનો કરવાના માર્ગ તરીકે થાય છે. તેની ચેતવણીના ચિહ્નોમાં નોંધપાત્ર વજન ઘટાડવું, કેટલું ખાધું છે તે વિશે જૂઠું બોલવું, ખાધા પછી બાથરૂમ જવું અને વજન અને શરીરના આકારની ચિંતામાં સમય પસાર કરવો.
4. શીખવાની (લર્નીંગ) અથવા વિકાસ (ડેવલપમેન્ટ)ની અક્ષમતા માટે વહેલી મદદ મેળવો
શીખવાની (લર્નીંગ) અથવા વિકાસ (ડેવલપમેન્ટ)ની અક્ષમતા કોઈ વ્યક્તિ કેવી રીતે નવી વસ્તુઓ શીખે છે અને માહિતી સમજે છે તેના પર અસર કરી શકે છે.
ઓટીઝમ સહિતના ઘણા સંભવિત કારણો છે અને જો તમે તમારા બાળકના વિકાસ વિશે ચિંતિત હો અથવા તમને લાગે કે તેઓ તેમની રેડ બુકમાં જણાવ્યા મુજબના સીમાચિહ્નો સુધી પહોંચી રહ્યાં નથી, તો તમે મદદ માટે પૂછી શકો છો. ડૉ. જોશી કહે છે, “જો તમને લાગે કે તમારું બાળક ઓટીસ્ટીક હોઈ શકે છે, તો તમારી જીપી પ્રેક્ટિસ અથવા શાળાની નર્સને ઓટીઝમ એસેસમેન્ટ માટે પૂછો. આ નિદાન તરફનું પ્રથમ પગલું છે.
“તમારા બાળકને જે સપોર્ટની જરૂર છે તે ખૂબ જ વ્યક્તિગત હશે. ઉદાહરણ તરીકે, એક ઓટીસ્ટીક બાળકને વાતચીત કરવામાં મદદની જરૂર પડી શકે છે, જ્યારે બીજાને અન્ય પ્રકારની સહાયની જરૂર પડી શકે છે.”
લર્નિંગ ડિસેબિલિટી ધરાવતી કોઈપણ વ્યક્તિનો GP લર્નિંગ ડિસેબિલિટી રજિસ્ટરમાં સમાવેશ થવો જોઈએ અને આનો અર્થ એ હોવો જોઈએ કે તેમને 14 વર્ષની ઉંમરથી વાર્ષિક હેલ્થ ચેક (AHC) ઓફર કરવામાં આવે છે. તમે તમારા GP પ્રેક્ટિસને AHCની વ્યવસ્થા કરવા અને તમારું બાળક રજિસ્ટરમાં છે તેની ખાતરી કરવા માટે કહી શકો છો.
5. લાંબા ગાળાની સ્થિતિ સાથે તમારા બાળકને ટેકો આપવો
જ્યારે તેણી માત્ર 4 મહિનાની હતી, ત્યારે રોઅન્ના મહારાજના માતાપિતાને સમાચાર મળ્યા હતા કે તેણીને થેલેસેમિયા છે. તેણી અમને લાંબા ગાળાની સ્થિતિ સાથે જીવવા અને તેના માતાપિતાના સમર્થનના મહત્વ વિશે કહે છે:
“જ્યારે અમે ત્રિનિદાદ અને ટોબેગોમાં રહેતા હતા, ત્યારે મારી માતાએ કહ્યું હતું કે હું એક ઉત્કૃષ્ટ નવજાત તરીકે જીવનથી ભરપૂર અને સ્મિત સાથેના બાળકને બદલે સુસ્ત બાળક થતી જતી હતી, જે હવે સારી રીતે ખાતી ન હતી. તે સહજતાથી જાણતી હતી કે કંઈક ખોટું છે અને તે કેમ થયું તે જાણવા માટે તેણે બાળરોગ ચિકિત્સકોને વિનંતી કરી. હતી” બીટા થેલેસેમિયા મેજરના ગંભીર સ્વરૂપનું નિદાન કરવામાં ડોકટરોને પાંચ-અઠવાડિયા જેટલો સમય લાગ્યો હતો, જેમાં કટોકટીમાં લોહી ચઢાવવાની જરૂર પડી હતી.
પ્રથમ વખતની ન્યુરોટિક માતા (ફર્સ્ટ ટાઇમ ન્યુરોટિક મધર)ના નિદાનને બદલવા માટે ડોકટરોને 5 અઠવાડિયા લાગ્યા જ્યાં તેના બાળકને બીટા થેલેસેમિયા મેજરનું ગંભીર સ્વરૂપ વારસામાં મળ્યું હતું અને તેને તાત્કાલિક લોહી બદલવાની જરૂર હતી.
ઘણા લોકોએ આ સ્થિતિ વિશે સાંભળ્યું ન હોવા છતાં, ઇંગ્લેન્ડમાં 1,700 લોકો આ દુર્લભ લોહીની વિકૃતિ સાથે જીવે છે અને આશરે 300,000 લોકો તેના શાંત વાહકો છે. થેલેસેમિયા આપણા શરીરમાં કેટલું હિમોગ્લોબિન ઉત્પન્ન કરે છે તેમે અસર કરે છે, જેનો ઉપયોગ શરીરની આસપાસ ઓક્સિજન વહન કરવા માટે લાલ રક્ત કોશિકાઓ દ્વારા થાય છે.
“મારા ગંભીર લક્ષણોને નિયંત્રિત કરવા માટે, મને દર 2 અઠવાડિયે આજીવન રક્ત ચઢાવવા (બ્લડ ટ્રાન્ફ્યુજન)ની અને આયર્ન ઓવરલોડ અને હસ્તગત કરેલ ગૌણ પરિસ્થિતિઓની સારવાર માટે પુષ્કળ માત્રામાં દવાઓની જરૂર પડી હતી. 2011માં, મેં મારૂ જીવન બચાવતા રક્ત બદલવા અંગે પ્રતિક્રિયા આપવાનું શરૂ કર્યું હતું અને 2016-2018માં મારા સૌથી ગંભીર સ્પેલ દરમિયાન, હું રીતસર ઘરે રહી હતી. મને ચાલવા માટે ઝિમર ફ્રેમની જરૂર હતી, શાવર દરમિયાન વિરામ અને મારી જાતે ખાવા માટે મદદની જરૂર પડતી હતી.
“તે 2 વર્ષ દરમિયાન મને સારું થવામાં મદદ કરવા માટે, મને 248 યુનિટ રક્ત મળ્યું હતું. આ મુશ્કેલ હતું, કારણ કે મને ‘મેચ્ડ બ્લડ’ની જરૂર હતી, અને ઇંગ્લેન્ડમાં તેને પૂર્ણ કરવા માટે પૂરતા શ્યામ અને એશિયન દાતાઓ નહોતા. શું તમે જાણો છો કે રક્તદાન કરવું તે જીવન બચાવવા માટે ખૂબ જ સરળ અને આસાન છે, તેથી હું જેઓ રક્ત દાન કરી શકે છે તેમને www.blood.co.uk પર નોંધણી કરાવવા માટે પ્રોત્સાહિત કરીશ.
થેલેસેમિયા મુખ્યત્વે સાઉથ એશિયન, ભૂમધ્ય અને મીડલ ઇસ્ટ મૂળના લોકોને અસર કરે છે. જો માતા-પિતા બંને જનીન વહન કરતા હોય તો તે તે બાળકને પસાર કરી શકે છે, તેથી ઘણીવાર ગર્ભાવસ્થા દરમિયાન અથવા જન્મ પછી તરત જ હીલ પ્રિક ટેસ્ટ દ્વારા સ્ક્રીનીંગ કરીને શોધી કાઢવામાં આવે છે. જો તમે બાળક માટે પ્રયાસ કરી રહ્યાં હો અથવા ટૂંક સમયમાં તેની અપેક્ષા રાખતા હો, તો તમારી GP પ્રેક્ટિસ અથવા મિડવાઇફ સાથે વાત કરીને તમારા વાહકની સ્થિતિ જાણવાનું મહત્વપૂર્ણ છે. વહેલું નિદાન એટલે માતા-પિતા અને બાળકો બંને માટે જીવનની ગુણવત્તા સુધારવા માટે અગાઉની સારવાર.
“હું મારું જીવન સંપૂર્ણ રીતે જીવવા માટે સંકલ્પબદ્ધ છું અને હું મારા પરિવારનો ટેકો મેળવીને ધન્ય છું. પડકારો હોવા છતાં, મેં ક્લિનિકલ હેલ્થ સાયકોલોજીમાં મારી અંડરગ્રેજ્યુએટ અને ગ્રેજ્યુએટ વ્યાવસાયિક તાલીમ પૂર્ણ કરી છે અને થેલેસેમિયા અને અન્ય આનુવંશિક રક્ત સ્થિતિઓ સાથે જીવતા અન્ય લોકોની હિમાયત અને સમર્થન કરવાનું ચાલુ રાખ્યું છે.”
UK થેલેસેમિયા સોસાયટી (UKTS) વિષે વધુ જાણવા માટે ક્લિક કરો.
રોઅન્ના એક મનોવૈજ્ઞાનિક પ્રેક્ટિશનર અને જાહેર વક્તા છે, જેને આનુવંશિક પરિસ્થિતિઓ અને દુર્લભ રોગોમાં વિશેષ રસ છે.
મદદ મેળવવા માટે તમે તમારા બાળકોની લાગણીઓ, વર્તન, વિકાસ અથવા લાંબા ગાળાની પરિસ્થિતિઓને સમર્થન આપી શકો, તમારી જીપી પ્રેક્ટિસ, તમારા બાળકની શાળા, અન્ય હેલ્થકેર પ્રોફેશનલ સાથે વાત કરો અથવા NHS 111 પર કૉલ કરો. વધુ માહિતી માટે, જુઓ nhs.uk