ગરવી ગુજરાત – એશિયન મિડીયા ગૃપના આખબારો દ્વારા જ્યોર્જ મેક્સવેલ અલાગાયને 2018માં આર્ટ ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપવા બદલ ઈસ્ટર્ન આઈ આર્ટ એન્ડ કલ્ચર એવોર્ડ (ACTA) અને વર્ષ 2000માં GG2 મીડિયા પર્સનાલિટી ઓફ ધ યર એવોર્ડ એનાયત કરાયો હતો. તેમનું નામ એશિયન મીડિયા ગ્રૂપ – ગરવી ગુજરાત દ્વારા પ્રકાશિત GG2 પાવર લિસ્ટ માટે યુકેમાં ટોચના 101 સૌથી શક્તિશાળી સાઉથ એશિયનોમાં નોંધાયું હતુ.
Remembering the wit, charm and brilliance of George Alagiah at the Eastern Eye Arts, Culture & Theatre Awards
Speaking after receiving the Outstanding Contribution to the Arts award, George spoke about the invaluable contributions made by immigrants to the UK.#UK #BBC #RIP pic.twitter.com/iCWh8GfykP
— Eastern Eye (@EasternEye) July 25, 2023
2018માં ACTA એવોર્ડ મેળવતા જ્યોર્જે જણાવ્યું હતું કે ‘’આ બહુ જ મોટું સન્માન છે. જે મારા ગુણોને કારણે નહિં પણ મારા કાર્યોને કારણે મળી રહ્યું છે. મેં પત્રકારત્વમાં જે સફળતા મેળવી છે તે મારા સમાજના કારણે છે જેનું હું પ્રતિનિધિત્વ કરૂ છું. ચાહે અહિંના શ્વેત લોકો હોય, આફ્રિકન મૂળના લોકો હોય તે પછી એશિયન લોકો. દરેક મને પોતાનો માને છે. આ હોલમાં આજે સૌ કોઇ ટેલેન્ટથી છલોછલ ભરેલા લોકો છે. જે લોકો ઇમીગ્રન્ટ છે, જેમના પરિવારજનો બહારથી આવ્યા છે તેઓ ખાલી હાથે આવ્યા નથી, તેઓ પોતાની સાથે ભરપૂર ટેલેન્ટ લઇને આવ્યા છે. તેઓ પોતાની સાથે સખત મહેનત કરવાની ક્ષમતા લઇને આવ્યા છે. તેઓ પોતાની આગવી વિવિધતા, રંગ અને આનંદ-ઉત્સાહ લઇને આવ્યા છે. તેઓ આપણા દેશની ભેટ છે અને આ દેશનું નાગરીકત્વ પોતાના જોમ, રંગ અને ઉત્સાહથી મેળવ્યું છે.’’
બ્રોડકાસ્ટ જર્નાલિઝમમાં સાઉથ એશિયાના સૌથી મોટા સ્ટાર હતા: બાર્ની ચૌધરી
ગરવી ગુજરાત ઇસ્ટર્ન આઇના અગ્રણી પત્રકાર બાર્ની ચૌધરીએ જ્યોર્જ સાથેના પોતાના અનુભવો વર્ણવતાં જણાવ્યું હતું કે ‘’બ્રોડકાસ્ટ જર્નાલિઝમમાં તેઓ સાઉથ એશિયાના સૌથી મોટા સ્ટાર હતા. ન્યૂઝરૂમમાં એકબીજાને જોતા, ત્યારે તે હંમેશા વાત કરવા માટે સમય કાઢતા. ભલે ગમે તે સ્થાને પહોંચ્યા હોય, જ્યોર્જ ક્યારેય ભૂલ્યા ન હતા કે તેઓ સાઉથ એશિયન છે અને તેઓ પત્રકારોની ભાવિ પેઢીઓ માટેનું બળ છે.’’