Photo by HENRY NICHOLLS/AFP via Getty Images)

ક્રિસ્ટોફર નોલાનની ‘ઓપનહાઇમર’ ફિલ્મને કારણે ભારતમાં વિવાદ ઊભો થયો છે. ભારતમાં  શુક્રવારે રિલીઝ થયેલી આ હોલિવૂડ ફિલ્મમાં એક સેક્સ સીન દરમિયાન શ્રીમદ ભગવદ્ ગીતાના એક શ્લોકનો ઉપયોગ થયો હોવાથી હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાઈ હતી અને કેટલાંક હિન્દીવાદી સંગઠનો તેનો વિરોધ કરી રહ્યાં છે.

અમેરિકના અણુ વૈજ્ઞાનિક રૉબર્ટ ઓપનહાઇમરના જીવન પર આ ફિલ્મ આધારિત છે. રોબર્ટ ઓપનહાઇમરે પરમાણુ બોંબ બનાવ્યો હતો. આ ફિલ્મમાં સિલિયન મર્ફીએ રૉબર્ટ ઓપનહાઇમરની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મમાં એક દૃશ્ય છે, જેમાં સિલિયન મર્ફી સેક્સ કર્યા બાદ બેડ પર હોય છે અને તેની ગર્લફ્રેન્ડ તેના શરીર પર નગ્ન સૂતી હોય છે. તે તેને કહે છે કે આ બુકમાંથી એક સંસ્કૃતનો શ્લોક વાંચીને સંભળાવ. એ બુક શ્રીમદ ભગવદ્‍ગીતા હોય છે.

માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુરે આ વિવાદાસ્પદ દ્રશ્ય પર કડક વલણ અપાનવ્યું હતું અને આ વાંધાજનક દ્રશ્ય પર સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) પાસે ખુલાસો માંગ્યો હતો. આ ફિલ્મ ભારતમાં જબરદસ્ત કમાણી કરી રહી છે. આ ફિલ્મે માત્ર ત્રણ દિવસમાં રૂ.49 કરોડની કમાણી કરી હતી.

LEAVE A REPLY