રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત (ફાઇલ ફોટો) (Photo by BIJU BORO/AFP via Getty Images)

હિન્દુ રાષ્ટ્રવાદી સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે જણાવ્યું હતું કે દેશમાં થઈ રહેલા સારા કાર્યોની ચર્ચા ખરાબ કાર્યોની સરખામણીમાં 40 ગણી વધુ થઈ રહી છે. તેમણે દેશની પ્રગતિ માટે સરકારી નીતિને જવાબદાર ગણાવી હતી.

મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં ઉત્તર મુંબઈના કાંદિવલી ઉપનગરમાં શ્રીમતી ધનકુવરબેન બાબુભાઈ ધકાન હોસ્પિટલ (સુવર્ણા હોસ્પિટલ)નું ઉદ્ઘાટન કર્યા ભાગવત સંબોધન કરી રહ્યાં હતા.

તેમણે જણાવ્યું હતું કે આજે દેશના ઉત્કર્ષનું કારણ સરકારની નીતિઓ અને સરકારમાં જવાબદાર લોકોની કામગીરી છે. ઘણી બાબતો સરળતાથી ચાલી રહી છે, કારણ કે કેટલાક લોકો કંઈ કરતા નથી. જો તેઓ કામ કરશે તો સમસ્યાઓ આવશે. ભારતને ગૌરવ પ્રાપ્ત થાય તે જોવાની લોકોની ઈચ્છા 40 વર્ષ પહેલાંની સરખામણીએ આજે ​​વધુ પ્રબળ છે. આમાં વધારો થવો જોઈએ. આપણે પ્રગતિ કરી રહ્યાં છીએ, પરંતુ આપણે હજી એટલા શક્તિશાળી નથી. માત્ર રોટી, કપડા ઔર મકાન નહીં, પરંતુ આજના સમાજમાં શિક્ષણ અને આરોગ્ય પણ આવશ્યક બન્યાં છે.

કેટલાંક લોકો દેશની પ્રગતિ જોવા માગતા ન હોવાનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે કોઇ કાર્ય સારું છું કે ખરાબ છે તે નિર્ણય કરવાનો માપદંડ શું છે? કેટલીક બાબતો દેખાય છે અને બીજી કેટલીક બાબતો વાસ્તવમાં બની રહી છે. કોઇ બાબત બની ન હોય તો પણ કોઇ તેને તે બાબત બની હોવાનું દર્શાવી શકે છે. આપણા કિસ્સામાં બંને બાબતો મહત્ત્વની છે. સારા કાર્યો કરવા અને સારા કાર્યો થયા છે તે દર્શાવવું. પરંતુ જે દેખાય છે તે થયેલું હોવું જોઇએ. ઘણીવાર નકારાત્મક ચર્ચાઓ સાંભળવામાં આવે છે, પરંતુ આપણે દેશભરમાં ફરીએ છીએ અને જોઇએ છીએ ત્યારે આપણને ખબર પડે છે કે દેશમાં થઈ રહેલા સારા કાર્યોની ચર્ચા ખરાબ કાર્યોની સરખામણીમાં 40 ગણી વધું થઈ રહી છે.

બીજા વિશ્વ યુદ્ધ પહેલા એડોલ્ફ હિટલરના વિદેશ મંત્રી વોન રિબેન્ટ્રોપની ઈંગ્લેન્ડની મુલાકાતને યાદ કરીને તેમણે જણાવ્યું હતું કે બ્રિટિશરો જાણતા હતા કે તેઓ યુદ્ધની તૈયારી જોવા આવી રહ્યાં છે. તેમણે કાર્ડબોર્ડના વિમાનો બનાવ્યા અને સામાન્ય નાગરિકોને લશ્કરી યુનિફોર્મ પહેરાવ્યા હતા. આવી કરીને તેમણે જર્મીને એ વિચારવા મજબૂર કર્યું કે બ્રિટન મજબૂત છે.

LEAVE A REPLY