લવાસા એક ખાનગી ધોરણે આયોજિત શહેર છે. તે પૂણેની નજીક બનાવવામાં આવી રહ્યું છે. તેની શૈલી ઇટાલિયન શહેર પોર્ટોફિનો પર આધારિત છે

નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)એ પૂણે નજીકના દેશના પ્રથમ ખાનગી હિલ સ્ટેશન લવાસા માટે રૂ.1,814 કરોડની સમાધાન યોજાનાને શનિવારે મંજૂરી આપી હતી. આ પ્રોજેક્ટ અગાઉ પણ અનેક વિવાદોમાં ફસાયેલો હતો. લવાસા હિલ સ્ટેશનની ડેવલપર લવાસા કોર્પોરેશન પાંચ વર્ષ પહેલા નાદાર થઈ હતી અને ટ્રિબ્યુનલમાં નાદારી સમાધાન પ્રક્રિયા ચાલુ થઈ હતી. આ લવાલા કોર્પોરેશન માટે ડાર્વિન પ્લેટફોર્મ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સફળ બિડર તરીકે ઊભરી છે. આનો અર્થ એવો થયો કે તેને નાદાર થયેલી લવાસા કોર્પોરેશનને ખરીદી છે.લવાસા એક ખાનગી ધોરણે આયોજિત શહેર છે. તે પૂણેની નજીક બનાવવામાં આવી રહ્યું છે. તેની શૈલી ઇટાલિયન શહેર પોર્ટોફિનો પર આધારિત છે

ઓગસ્ટ 2018માં દેવાના બોજ હેઠળની લવાસા કોર્પોરેશનને તેના લેણદારો નાદારીની પ્રક્રિયા ચાલુ કરવા માટે NCLTમાં લઈ ગઈ હતી અને આ ટ્રિબ્યુનલે ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી (IBC) હેઠળ નાદારી સમાધાન પ્રક્રિયા ચાલુ કરી હતી. શુક્રવારે જારી કરેલા 25 પાનાના આદેશમાં ટ્રિબ્યુનલે રૂ.1,814 કરોડના રોકાણ સાથે રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપી હતી. આ રકમથી રૂ.1,466.50 કરોડનો ઉપયોગ દેવું ચુકવવા માટે થશે. લેણદારોને રોકડમાં, ઇન્સ્ટ્રુમેન્ટ જારી કરીને કે બીજા કોઇ માધ્યમ મારફત આ નાણાનું પેમેન્ટ થશે.

નાદારી સમાધાન યોજનાના અમલ માટે એક દેખરેખ સમિતિની રચના કરાઈ છે. તેમાં ઇન્સોલ્વન્સી પ્રોફેશનલ તથા લેણદારો અને ડાર્વિન પ્લેટફોર્મના એક-એક પ્રતિનિધિનો સમાવેશ કરાયો છે. આ રકમનો ઉપયોગ આઇબીસી હેઠળના ફરજિયાત પેમેન્ટ, કેટલાંક લેણદારોને સૂચિત પેમેન્ટ તથા વર્કિંગ કેપિટલ માટે થશે.

 

 

LEAVE A REPLY