(ANI Photo)

જામનગર જિલ્લાના જામજોધપુર અને લાલપુર જિલ્લામાં ભારે વરસાદથી સિદસરમાં વેણુ નદીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું હતું. બુધવાર19 જુલાઇએ નદીના પાણી સિદસરના ઉમિયા ધામમાં ઘૂસી ગયા હતા. આ નદી પર આવેલો રાજાશાહી વખતનો પુલ પણ તૂટીને નદીના વહેણમાં તણાઈ ગયો હતો. દરમિયાનમાં હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં હજુ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હતી.  

જામનગરમાં જામજોધપુરમાં છેલ્લા 24 કલાકમાં 7 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતોજ્યારે લાલપુરમાં પણ વરસાદને માઝા મૂકી હતી. લાલપુરમાં ઘણી જગ્યાએ વાહનો તણાયા હોવાના અહેવાલો મળ્યાં હતા. લાલપુરમાં  ઢાંઢર નદીના પાણી ઘૂસી ગયા હતાજેને પગલે એસટી ડેપો પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.  

સૂત્રાપાડામાં તો મેઘરાજા કહેર બનીને વરસ્યા હતા. આ ઉપરાંત પ્રાચીમાં પણ ભારે વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું હતું. પ્રાચીમાં આવેલી સરસ્વતી નદી રૌદ્ર બની ગઈ હતી.ઘણા ગામો બેટમાં ફેરવાઈ ગયા હતા. નદીઓમાં આવેલા ઘોડાપૂરના કારણે ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા અને વેરાવળ સહિતના ગામોમાં પાણી ભરાઈ ગયા હતા.  

 

LEAVE A REPLY