ભારતીય પ્રોટોકોલ્સને સુધારવાના પ્રયાસમાં બૌદ્ધિક સંપદા (આઈપી) અધિકારો અને આધુનિકીકરણના મુદ્દા પર યુકે સહિત અનેક અર્થતંત્રો સાથે કામ ચાલી રહ્યું છે એમ મુક્ત વેપાર કરાર માટે ભારત-યુકેની વાટાઘાટો વચ્ચે આ અઠવાડિયે લંડનની મુલાકાત લેનાર ભારતના કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું.
ગોયલે બુધવારે સાંજે લંડનમાં ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI)ના યુકે ચેપ્ટરના ભારતીય મૂળના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (CAs)ના મેળાવડામાં કહ્યું હતું કે ‘’આંતરરાષ્ટ્રીય ધોરણો સાથે સુમેળ સાધવાની પ્રક્રિયા સરકારના કાર્યસૂચિમાં ઉચ્ચ છે. કારણ કે ભારતીય અર્થતંત્રના ઝડપી વિકાસ માટે ધોરણો અને IP પર વિશ્વની વિચારસરણી સાથે સંકલન કરવું મહત્વપૂર્ણ છે. અમે ભારતમાં બિન-ખાદ્ય ઉત્પાદનો માટે BIS અને ખાદ્ય ઉત્પાદનો માટે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ધોરણો વિકસાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આગામી ત્રણ કે ચાર વર્ષમાં ભારતીય ધોરણોને વિશ્વ કક્ષા તરીકે જોવામાં આવશે અને સમગ્ર વિશ્વમાં તેને સ્વીકારવામાં આવશે.’’
ગોયલ ત્રણ દિવસની મુલાકાત દરમિયાન FTA પ્રક્રિયાને વેગ આપવા માટે તેમના બ્રિટીશ સમકક્ષ કેમી બેડેનોચને મળ્યા હતા.