બોલિવુડના સૌથી પ્રતિષ્ઠિત અને સૌથી જાણીતા ફિલ્મફેર અવોર્ડની 69મી આવૃત્તિ ગુજરાતમાં યોજાશે. ગુજરાત સરકારે બુધવારે ફિલ્મફેર અવોર્ડની યજમાની કરવા માટે એવોર્ડના આયોજક વર્લ્ડવાઈડ મીડિયા (WWM) સાથે સમજૂતીપત્ર પર હસ્તાક્ષર કર્યા હતા. રાજ્યમાં પહેલીવાર બોલિવૂડનો આ એવોર્ડ સમારંભ યોજાશે.

ટૂરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ (TCGL) અને વર્લ્ડવાઈડ મીડિયા વચ્ચે હસ્તાક્ષર થયા તે વખતે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ હતા. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે  ‘ફિલ્મફેર અવોર્ડ ગુજરાતમાં યોજાવાથી રાજ્યના પર્યટન ક્ષેત્રને પ્રોત્સાહન મળશે અને  રાજ્યમાં સિનેમાને પણ વેગ મળશે. રાજ્ય સરકારનું લક્ષ્ય ગુજરાતને ફિલ્મ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવાનું છે અને આ આયોજન આ પ્રયત્નને યોગ્ય માહોલ પૂરો પાડશે.

LEAVE A REPLY