ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં ગુરુવાર, 20 જુલાઇએ નવમાં મહિલા ફી વર્લ્ડ કપના પ્રારંભના થોડા કલાકો પહેલા થયેલા ફાયરિંગમાં બે લોકોના મોત થયાં હતાં અને પોલીસ સહિત 6 લોકો ઘાયલ થયા હતા. હથિયારધારી હુમલાખોરનું પણ મોત થયું હતું.
આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતા વડાપ્રધાન ક્રિસ હિપકિન્સે આતંકવાદી હુમલોની શક્યતા નકારી કાઢી હતી અને જણાવ્યું હતું કે આ રાષ્ટ્રીય સુરક્ષાના જોખમ સાથે જોડાયેલો મામલો નથી અને ટુર્નામેન્ટ નિર્ધારિત યોજના મુજબ શરૂ થશે. નોર્વેના ખેલાડીઓ રોકાયા હતા તે હોટેલની નજીક ફાયરિંગ થયું હતું.
અમેરિકન દુતાવાસે જણાવ્યું હતું કે વર્લ્ડ કપના ઉદ્ઘાટન સમારોહમાં પ્રેસિડન્ટના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરનાર વાઇસ પ્રેસિડન્ટ કમલા હેરિસના પતિ ડગ્લાસ એમહોફ સહિત તમામ ખેલાડીઓ સાથે સુરક્ષિત છે. ટુર્નામેન્ટની આયોજક ફિફાએ પણ આ ઘટના બાદ દુઃખ વ્યક્ત કર્યું હતું.
પોલીસે જણાવ્યું હતું કે શૂટર પાસે પંપ એક્શન શોટગન હતી. તેમને બિલ્ડિંગમાં ગોળી ચલાવવામાં આવી હોવાના સમાચાર મળ્યા હતા. આ પછી પોલીસ ટીમ ત્યાં પહોંચી અને શૂટર લિફ્ટ એરિયામાં ગયો. આ પછી આરોપીઓએ ઘણી ગોળીઓ ચલાવી અને થોડા સમય પછી ત્યાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. આરોપીની ઉંમર 24 વર્ષની આસપાસ હોવાનું કહેવાય છે.
ઓસ્ટ્રેલિયા અને ન્યુઝિલન્ડની સંયુક્ત યજમાની સાથે ગુરુવારે મહિલા ફૂટબોલ વર્લ્ડકપમાં પ્રારંભ થઈ રહ્યો છે અને તે 20 ઓગસ્ટ સુધી ચાલશે. આ વખતે ફિફા વર્લ્ડ કપમાં કુલ 32 ટીમો ભાગ લઈ રહી છે.
0000000000000000000