Yui Mok/Pool via REUTERS/File Photo

ગેરકાયદે માઇગ્રેશન પર અંકુશ મૂકવા માટે બ્રિટને જે નવો કાયદો ઘડ્યો છે, તે આંતરરાષ્ટ્રીય નિયમો (કન્વેન્શન્સ) હેઠળની લંડનની જવાબદારીઓથી વિરુદ્ધનું છે અને યુકેએ આ બિલ ઉલટાવીને માનવાધિકારોનું રક્ષણ કરવા નવેસરથી પ્રતિબદ્ધતા વ્યક્ત કરવી જોઇએએમ યુનાઈટેડ નેશન્સે મંગળવારે જણાવ્યું હતું.  

આ બિલને યુકેની સંસદે બહાલી આપી છે અને હવે કિંગ ચાર્લ્સના હસ્તાક્ષર પછી તે કાયદો બની જશે. આ બિલ હેઠળ સમુદ્ર માર્ગે બોટ દ્વારા ગેરકાયદે આવતા લોકોને યુકેમાં આશ્રય માટે અરજી કરવાનો અધિકાર રહેશે નહીં.  

યુએનના શરણાર્થી અને માનવાધિકાર વડાઓએ જણાવ્યું હતું કે આ કાયદો આંતરરાષ્ટ્રીય માનવાધિકાર અને શરણાર્થી કાયદા હેઠળ દેશની જવાબદારીઓથી વિપરિત છે અને આંતરરાષ્ટ્રીય સુરક્ષાની જરૂરિયાત ધરાવતા લોકો માટે તેના ગંભીર પરિણામો આવશે.  

એક સંયુક્ત નિવેદનમાં તેમણે જણાવ્યું હતું કે બિલ ગેરકાયદે આવતા કોઈપણ વ્યક્તિને  બ્રિટનમાં આશ્રય લેવા પર પ્રતિબંધ મુકે છે.  

યુએન માનવાધિકારના વડા વોલ્કર તુર્ક અને યુએન શરણાર્થીઓના વડા ફિલિપો ગ્રાન્ડીએ જણાવ્યું હતું કે આ બિલથી શરણાર્થીઓ સંરક્ષણનો દાવો કરી શકતા નથી. ગમે તેવા સંજોગોમાં પણ લોકોને શરણાર્થીનું રક્ષણ મળતું નથી. તેમાં મર્યાદિત ન્યાયિક દેખરેખ સાથે અટકાયતની નવી સત્તાઓની જોગવાઇઓ છે. ગ્રાન્ડીએ કહ્યું હતું કે આ નવો કાયદો કાનૂની માળખાને નોંધપાત્ર રીતે નષ્ટ કરે છે અને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરે છે.  

તુર્કે જણાવ્યું હતું કે હું યુકે સરકારને વિનંતી કરું છું કે તે આ કાયદો ઉલટાવીને માનવાધિકારો માટે નવેસરથી પ્રતિબદ્ધતા વ્યક્ત કરે અને સુનિશ્ચિત કરે કે કોઇપણ ભેદભાવ વગર તમામ માઇગ્રન્ટશરણાર્થીઓ અને આશ્રય-શોધનારાઓના અધિકારોનું આદર અને રક્ષણ થાય.  

LEAVE A REPLY