ભારતના રોહન બોપન્ના અને ઓસ્ટ્રેલિયાના મેથ્યુ એબ્ડનનો વિમ્બલડનની પુરૂષોની ડબલ્સની સેમિ ફાઈનલમાં નેધરલેન્ડ્સના ડબ્લ્યુ કુલહોફ અને બ્રિટનના નીલ સ્કુપસ્કી સામે સીધા સેટ્સમાં 7-5, 6-4થી પરાજય થયો હતો. ગુરૂવારે (13 જુલાઈ) રમાયેલી સેમિફાઈનલમાં ટોપ સીડ્સ સામેના મુકાબલામાં બોપન્ના – એબ્ડેન પ્રથમ સેટમાં તો થોડો સંઘર્ષ કરી શક્યા હતા, પણ બીજા સેટમાં હરીફ જોડીનું વર્ચસ્વ વધારે જણાયું હતું.