વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની ઐતિહાસિક મુલાકાતના એક મહિના કરતાં પણ ઓછા સમયમાં અમેરિકાની સેનેટની એક સમિતિએ અરુણાચલપ્રદેશને ભારતના અભિન્ન અંગ તરીકે માન્યતા આપતો ઠરાવ પસાર કર્યો છે. ગુરુવારે સેનેટર્સ જેફ મર્કલે, બિલ હેગર્ટી, ટિમ કેઈન અને ક્રિસ વેન હોલેને આ ઠરાવ રજૂ કર્યો હતો.
ઠરાવમાં જણાવાયું છે કે અમેરિકા મેકમોહન લાઇનને ચીન અને ભારતીય રાજ્ય અરુણાચલપ્રદેશ વચ્ચેની આંતરરાષ્ટ્રીય સીમા તરીકે માન્યતા આપે છે. સેનેટની કમિટીનો આ ઠરાવથી ચીન માટે ફટકા સમાન છે. ચીનનો દાવો છે કે અરુણાચલપ્રદેશનો મોટાભાગના હિસ્સો તેનો વિસ્તાર છે. તેનાથી ચીન આ વિસ્તારમાં વારંવાર આક્રમક વલણ પણ અપનાવે છે.
આ ઠરાવ હવે સંપૂર્ણ મતદાન માટે સેનેટમાં મોકલવામાં આવશે. ચીન અંગેના કોંગ્રેસનલ એક્ઝિક્યુટિવ કમિશનના સહ-અધ્યક્ષ સેનેટર માર્કેલીએ જણાવ્યું હતું કે અમેરિકા સ્વતંત્રતા અને નિયમ આધારિત વ્યવસ્થાના મૂલ્યમાં માને છે અને તે વિશ્વભરમાં અમારા તમામ પગલાં અને સંબંધોમાં કેન્દ્રવર્તી વિચાર છે. ચીનની સરકાર આનાથી અલગ વિઝન રજૂ કરે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સમિતિમાં આ ઠરાવને બહાલી દર્શાવે છે કે અમેરિકા અરુણાચલપ્રદેશ ચીનનો નહીં, પરંતુ ભારતનો અભિન્ન હિસ્સો માને છે. આ ઠરાવ સમાન વિચારસરણી ધરાવતા ભાગીદારો સાથે આ વિસ્તારમાં અમેરિકા સહાય કરવા માટે પ્રતિબદ્ધ હોવાનો પણ સંકેત આપે છે.
બિલ હેગર્ટીએ જણાવ્યું હતું કે ચીન મુક્ત અને ખુલ્લા ઇન્ડો પેસિફિક સામે ગંભીર જોખમો ઊભુ કરી રહ્યું છે. તેથી અમેરિકા આ વિસ્તારમાં તેના વ્યૂહાત્મક ભાગીદારો અને ખાસ કરીને ભારત અને બીજા ક્વાડ દેશો સાથે ખભેખભા મિલાવીને ઊભું કરે મહત્ત્વપૂર્ણ છે.
ચાઇના મુક્ત અને ખુલ્લા ઇન્ડો-પેસિફિક માટે ગંભીર અને જોખમો એકત્ર કરવાનું ચાલુ રાખે છે, યુનાઇટેડ સ્ટેટ્સ માટે આ ક્ષેત્રમાં તેના વ્યૂહાત્મક ભાગીદારો – ખાસ કરીને ભારત અને અન્ય ક્વાડ દેશો સાથે ખભેથી ખભા મિલાવીને ઊભા રહેવું મહત્વપૂર્ણ છે. ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી સાઉથ અને ઇસ્ય ચાઇના સમુદ્ર, હિમાલયના વિસ્તારો અને સધર્ન પેસિફિકમાં અતિક્રમણ કરવાની વ્યાપક વ્યૂહરચના ધરાવે છે અને તેનો સામનો કરવો જરૂરી છે.
સેનેટર કોર્નેને જણાવ્યું હતું કે ભારત અને ચીન વચ્ચે સરહદ પર તણાવ વધી રહ્યો છે, ત્યારે અમેરિકાએ મુક્ત અને ખુલ્લા ઈન્ડો-પેસિફિકને સમર્થન આપીને લોકશાહીના સંરક્ષણમાં મજબૂત રીતે ઊભા રહેવું જોઈએ. આ ઠરાવ પુષ્ટી આપે છે કે અમેરિકા અરુણાચલપ્રદેશને ભારતનો અભિન્ન હિસ્સો માને છે. હું મારા સાથી સાંસદોને અનુરોધ કરું છે કે તેને વિલંબ વગર પસાર કરવામાં આવે.