(istockphoto.com)

અમેરિકા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં ખાલિસ્તાની સમર્થકોની પ્રવૃત્તિઓમાં ચિંતાજનક વધારો થયો છે. ઓસ્ટ્રેલિયામાં ખાલિસ્તાન તત્વોએ 23 વર્ષના એક ભારતીય વિદ્યાર્થીને લોખંડના સળિયાથી માર મારીને તેને પર હુમલો કર્યો હતો. ભારતીય વિદ્યાર્થીને તેના માથા, પગ અને હાથમાં મોટી ઈજાઓ થઈ હતી અને તેને વેસ્ટમીડ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ન્યૂ સાઉથ વેલ્સ (NSF) પોલીસને આ ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. આ યુવકે ખાલિસ્તાનની તત્વોની પ્રવૃત્તિઓનો વિરોધ કર્યો હતો.

ઓસ્ટ્રેલિયાના મીડિયા અહેવાલ મુજબ આ વિદ્યાર્થી કામ પર જઈ રહ્યો હતો, ત્યારે સિડનીના પશ્ચિમી ઉપનગર મેરીલેન્ડ્સમાં ખાલિસ્તાન ઝિંદાબાદના નારા લગાવીને તેના પર હુમલો કરાયો હતો. આ વિદ્યાર્થીએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે આજે સવારે 5.30 વાગ્યે  હું કામ પર જઈ રહ્યો હતો ત્યારે આશરે 4-5 ખાલિસ્તાન સમર્થકોએ મારા પર હુમલો કર્યો હતો. હું મારા વ્હિકલની ડ્રાઇવિંગ સીટ પર બેઠો કે તરત જ આ ખાલિસ્તાન સમર્થકો આવી ચઢ્યા હતા. તેમાંથી એકે મારા વાહનનો ડાબી બાજુનો દરવાજો ખોલ્યો હતો અને મારી ડાબી આંખની નીચે મારા ગાલ પર લોખંડનો સળિયો માર્યો હતો. આ પછી મને વ્હિકલમાંથી ખેંચીને બહાર કાઢ્યો હતો અને લોખંડના સળિયાથી માર માર્યો હતો. બે હુમલાખોરોએ આ ઘટનાનો વીડિયો પણ ઉતર્યો હતો. આ ભારતીય વિદ્યાર્થી ડ્રાઇવર તરીકે કામ કરે છે.

વિદ્યાર્થીએ વધુમાં જણાવ્યું હતું કે તેઓએ વારંવાર ખાલિસ્તાન ઝિંદાબાદના નારા લગાવતાં હતાં. પાંચ મિનિટની અંદર બધું જ બન્યું હતો. હુમલાખોરેએ જણાવ્યું હતું કે ખાલિસ્તાન મુદ્દાનો વિરોધ કરવા માટેની આ સજા છે. તેમણે આ મુદ્દે ફરી હુમલો કરવાની પણ ધમકી આપી હતી.

LEAVE A REPLY