પ્રસ્તુત તસવીરમાં ડાબેથી રાજકુમાર શાહ, મુકેશ કપાશી, વિનોદ કપાશી, દિલીપ દેસાઈ, ચંદ્રકાંત શાહ, મેહૂલ સંઘરાજકા, ગોપાલ બચુ, સુનિલ ગાંધી, હેરોના મેયર રામજી ચૌહાણ, મહાવીર ફાઉન્ડેશનના પ્રમુખ નિરજ સુતરિયા, રુમિત શાહ, દિલીપ મીઠાણી, નીલેશ મહેતા, અમિત મહેતા, સ્ટેજ પર અંકિત શાહ અને હીરલ શાહ નજરે પડે છે.

મહાવીર ફાઉન્ડેશન યુ.કે. દ્વારા કેન્ટન દેરાસરના 11મા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તાજેતરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે દેરાસરમાં ૧૮ અભિષેક અને સાંજે કિંગ્સબરી જ્યુઇશ સ્કૂલના હોલમાં સ્વામી વાત્સલ્ય બાદ ભારતથી પધારેલા વિખ્યાત કલાકારો હર્ષીલભાઈ અને મોક્ષિતભાઈની જોડીએ ભક્તિ સંગીતની રમઝટ જમાવી હતી. તો બીજે દિવસે કેન્ટન દેરાસરથી વાજતે ગાજતે શોભાયાત્રાનું આયોજન કરાયું હતું જેનું સમાપન સ્કૂલ પર થયું હતું.

મહાવીર ફાઉન્ડેશનના યુવાન પ્રમુખ શ્રી નીરજભાઈ સુતરીયા, તેમના સાથી કમિટી સભ્યો મુકેશભાઈ કપાશી, રાજેનભાઈ શાહ અને સુનિલભાઈ ગાંધી સહિતના તમામ કમિટી મેમ્બર્સ, વોલન્ટિયર્સ ભાઈ અને બહેનોએ અણમોલ સેવા આપી હતી. જેના કારણે સોનામાં સુગંધ ભળી હતી. પ્રમુખશ્રી નીરજભાઈ સહીત સમગ્ર ક મિટીએ રાત દિવસ ઉઠાવેલ પરિશ્રમ અને કૌશલ્યની સાબિતી આ કાર્યક્રમમાં જોવા મળી હતી.

આ પ્રસંગે હૅરોના મેયર રામજીભાઇ ચૌહાણ, એમપી બોબ બ્લેકમેન, સિધ્ધાશ્રમ શક્તિ સેન્ટરના રાજરાજેશ્વર ગુરૂજી સહિત અનેક સંસ્થાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

LEAVE A REPLY