Croydon Council
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

દેશના  જાણીતા અર્થશાસ્ત્રીઓએ ચેતવણી આપી છે કે દેવાની વધતી કિંમતો અર્થતંત્રને મંદી તરફ દોરી શકે છે અને બેંક ઓફ ઈંગ્લેન્ડે હઠીલા ઊંચા ફુગાવાને પહોંચી વળવા માટે વ્યાજના દરોને 7 ટકા જેટલા ઊંચા લઇ જવાની જરૂર પડી શકે છે.

સતત ફુગાવાના દબાણને કારણે વ્યાજના દરોમાં પણ વધારો થતા મોરગેજના ખર્ચમાં વધારો થવાથી ઘરો પર દબાણ વધી રહ્યું છે. યુએસ ઇન્વેસ્ટમેન્ટ બેંક જેપી મોર્ગને જણાવ્યું હતું કે ‘’નવેમ્બર સુધીમાં 5.75 ટકા વ્યજ દર અને “કેટલાક સંજોગોમાં” દર 7 ટકા સુધી વધી શકે છે.’’ તો અન્ય અર્થશાસ્ત્રીઓ કહે છે કે બેન્ક ક્રિસમસ પહેલા બેઝ રેટ 6 ટકાથી વધુ કરે તેવી અપેક્ષા છે.

બેંક ઓફ ઈંગ્લેન્ડે ગયા મહિને વ્યાજ દરમાં અડધા પોઈન્ટ વધારીને વ્યાજદર 5 ટકા કર્યા પછી મોરગેજ લેન્ડર્સ વ્યાજ દરોમાં વધારો કરી રહ્યા છે અને સસ્તા ડીલ પાછી ખેંચી રહ્યા છે. યુકેનો ફુગાવો G7 દેશોમાં સૌથી વધુ છે અને તે દર ઘટાડવા માટે યુકે સંઘર્ષ કરી રહ્યું છે.

બ્રિટિશ અર્થતંત્ર માટે આવતા વર્ષે “હાર્ડ લેન્ડિંગ” થવાના જોખમો વધી ગયા છે, જેને કારણે ઉધાર ખર્ચમાં વધારો થવાથી બિઝનેસીસના વિશ્વાસને અસર થાય છે અને બેરોજગારી વધે છે.

બીજી તરફ આશાનું કિરણ એ છે કે યુકેના અર્થતંત્રએ તાજેતરના મહિનાઓમાં અપેક્ષા કરતાં વધુ મજબૂત પ્રદર્શન કર્યું છે. જૂનમાં યુકેના સર્વિસ સેક્ટરમાં સતત ઉછાળો નોંધાયો હતો અને નોકરીઓનું સર્જન નવ મહિનાની ટોચે પહોંચ્યું હતું.

LEAVE A REPLY