WINDSOR, ENGLAND - JULY 10: King Charles III and US President Joe Biden review a guard of honour at Windsor Castle on July 10, 2023 in Windsor, England. The President is visiting the UK to further strengthen the close relationship between the two nations and to discuss climate issues with King Charles III. (Photo by Kin Cheung - WPA Pool/Getty Images)

જૉ બાઇડેને તેમની મુલાકાત દરમિયાન વિન્ડસર કાસલ ખાતે વેલ્સ ગાર્ડ્સ દ્વારા અપાઇ રહેલા ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કરતી વખતે શાહી પ્રોટોકોલ તોડવાનું જોખમ લઇ કિંગ ચાર્લ્સથી બે ડગલાં આગળ ચાલ્યા હતા. જો કે ચાર્લ્સે દેખીતી કોઇ વાંધો હોય તેમ લાગવા દીધું ન હતું. પરંતુ શિષ્ટાચાર એ છે કે આ પ્રસંગે બે દેશોના વડાઓ સામાન્ય રીતે એકબીજાની સાથે ચાલે છે.

ડોનાલ્ડ ટ્રમ્પે પણ 2018 વિન્ડસરની મુલાકાત દરમિયાન સ્વર્ગસ્થ રાણી એલિઝાબેથ II ની આગળ ચાલ્યા ત્યારે તેમની ટીકા થઈ હતી.

બાઇડેને નિયમોની ઉપરવટ જઇને કિંગ ચાર્લ્સની પીઠ પર હાથ મૂક્યો હતો જ અજૂગતુ છે. જો રાણી એલિઝાબેથ હોત તો તેમને આ બાબતે વધુ આક્રોશ થયો હોત. પણ ચાર્લ્સ આ બાબતે  તેમની માતા કરતાં વધુ અનૌપચારિક છે.

LEAVE A REPLY