નેશનલ સિટીઝન સર્વિસ (NCS) ટ્રસ્ટના નવા અધ્યક્ષ તરીકે ત્રણ વર્ષની મુદત માટે આંતરરાષ્ટ્રીય સ્તરે વખાણાયેલા યુવા નેતા હેરિસ બોખારી, OBEની નિમણૂક કરવામાં આવી છે. બોખારીની ભૂમિકાઓની વિશાળ શ્રેણીમાં નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ, ધ રોયલ પાર્ક્સ, પ્રિન્સ ટ્રસ્ટ મોઝેક ઇનિશિયેટિવના બોર્ડમાં સેવા આપવાનો અને નેશનલ ટ્રસ્ટના ચૂંટાયેલા કાઉન્સિલ સભ્યનો સમાવેશ થાય છે.

પેચવર્ક ફાઉન્ડેશનના સ્થાપક હેરીસ ટ્રસ્ટને તેની નવી વ્યૂહરચના પહોંચાડવામાં મદદ કરશે, યુવાનો માટે વધુ પસંદગી અને તક પૂરી પાડશે અને સરકારની યુથ ગેરંટીને આગળ ધપાવશે.

યુવાનો પડકારોનો સામનો કરી શકે અને તે માટે ટેકો આપવા માટે NCS ની રચના થઇ છે અને તેમને વિશ્વ માટે તૈયાર થવા અને કામ કરવા માટે NSC સક્ષમ બનાવે છે.

આ નિયુક્તિ અંગે બોખારી, OBE એ કહ્યું હતું કે  “હું NCS ટ્રસ્ટમાં અધ્યક્ષની ભૂમિકા નિભાવવા માટે સન્માનિત અને ઉત્સાહિત છું. આજની તારીખે, NCS અસંખ્ય યુવાનોના જીવનમાં ગહન પરિવર્તન માટે પ્રારણા આપે છે. હું ઘણા વધુ કિશોરોને તેમની પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લીધા વિના, તેમની સંપૂર્ણ ક્ષમતાને અનલૉક કરવામાં સક્ષમ બનાવવા માટે મારા પ્રયત્નોનું યોગદાન આપવા આતુર છું. યુવાનોને આત્મવિશ્વાસ અને કૌશલ્ય આપવા માટે NCS માટે આટલો મહત્વપૂર્ણ સમય ક્યારેય નથી રહ્યો. માર્કની સાથે, હું NCS ટ્રસ્ટને યુવાનોને સશક્ત બનાવવા અને તેમની મહત્વાકાંક્ષી દ્રષ્ટિ અને મિશનને સાકાર કરવાના માર્ગ પર માર્ગદર્શન આપવાની આ તકને સ્વીકારું છું.”

શ્રી બોખારીને 2015માં યુવાનો અને આંતરધર્મ સંબંધો માટે સેવાઓ આપવા બદલ OBE એનાયત કરાયો હતો. તેઓ કિંગ્સ એવોર્ડ ફોર વોલંટીયરી સર્વિસ કમીટી અને કોમ્યુનિટી એન્ડ વોલંટીયરી સર્વિસ ઓનર્સ કમીટીના સ્વતંત્ર સભ્ય છે. OBE પુરસ્કાર મળ્યા બાદ શ્રી બોખારીએ વિવિધ સખાવતી સંસ્થાઓ માટે વધારાના £2 મિલિયન એકત્ર કર્યા છે.

સ્વર્ગસ્થ પિતા નાઝ બોખારી, OBE ની યાદમાં, તેમણે નાઝ લેગસી ફાઉન્ડેશનની 2012માં સહ-સ્થાપના કરી હતી. જે બ્રિટિશ સમાજમાં હકારાત્મક એકીકરણને પ્રોત્સાહિત કરતી વખતે તેમના શિક્ષણને સમર્થન આપીને લઘુમતી સમુદાયો અને વંચિત પૃષ્ઠભૂમિના યુવાનોને મદદ કરે છે. તેમના ટ્રસ્ટને વડાપ્રધાન તરફથી 2014નો બિગ સોસાયટી એવોર્ડ એનાયત કરાયો હતો. 2018માં, તેને કેબિનેટ ઓફિસ દ્વારા તેના નેશનલ ડેમોક્રસી વિકના ઉદ્ઘાટન પ્રસંગે ડાયવર્સીટી ચેમ્પિયન એવોર્ડ એનાયત કરાયો હતો.

NCS ટ્રસ્ટના CEO, માર્ક ગિફોર્ડે જણાવ્યું હતું કે “સિવિલ સોસાયટીમાં વંચિત અને અછતગ્રસ્ત સમુદાયોના સમાવેશને પ્રોત્સાહન આપવા માટે હેરિસનું સમર્પણ અદભૂત છે. જે પરિવર્તનકારી અનુભવોથી લાભ મેળવતા જોડાયેલા નાગરિકોના દેશને પ્રોત્સાહન આપવાના અમારા વિઝન સાથે સંપૂર્ણ રીતે સુસંગત છે. હેરિસના અમૂલ્ય સમર્થન સાથે, મને વિશ્વાસ છે કે અમે આ વિઝનને હાંસલ કરીશું અને યુવાનોને કામ કરવા માટે તૈયાર કરવા અને વિશ્વ માટે તૈયાર થવા જરૂરી પ્રેરણા અને કૌશલ્યોથી સજ્જ કરવા માટે ખંતપૂર્વક કામ કરીશું.”

કલ્ચર સેક્રેટરી લ્યુસી ફ્રેઝરે જણાવ્યું હતું કે, “યુવાનોને, ખાસ કરીને જોખમમાં રહેલા લોકોને મદદ કરવી એ મારી મુખ્ય પ્રાથમિકતા છે અને હું અમારા સંયુક્ત વિઝનને જીવંત બનાવવા માટે હેરિસ બોખારી સાથે કામ કરવા આતુર છું. હેરિસનો સામાજિક એન્ટરપ્રાઇઝનો અનુભવ અને તેમના સમુદાયોમાં યુવા લોકોના એંગેજમેન્ટને ચેમ્પિયન બનાવવાનો અનુભવ તેમને નવા અધ્યક્ષ તરીકે સારી રીતે સેવા આપશે, જે NCS ટ્રસ્ટને તેના સતત પરિવર્તન અને તેની નવી વ્યૂહરચના તરફ દોરી જશે.”

LEAVE A REPLY