અમેરિકન એસોસિએશન ઑફ ફિઝિશિયન્સ ઓફ ઇન્ડિયન ઓરિજિન્સે 6 જુલાઈ 2023ના રોજ ફિલાડેલ્ફિયામાં ફિલાડેલ્ફિયા મેરિયોટ ડાઉનટાઉન ખાતે તેનું 41મું વાર્ષિક સંમેલન અને વૈજ્ઞાનિક સત્ર (aapiconvention.org) શરૂ કર્યું. મુખ્ય વક્તા કોંગ્રેસમેન ડી-મિશિગનના થાનેદારે ભારતીય અમેરિકન ફિઝિશિયન્સના ફાળાની પ્રશંસા સાથે ભારતથી યુએસ સુધીની તેમની સફર અને તેમની સફળતા વિશે વાત કરી હતી.
આ સંમેલનમાં સમગ્ર અમેરિકામાંથી 500 થી વધુ પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. આ સંમેલન હેલ્થકેર પ્રોફેશનલ્સ, શિક્ષણવિદો અને વૈજ્ઞાનિકો સાથે નેટવર્કિંગ માટેનો પ્રસંગ બની રહે છે. ડોક્ટરો પ્રગતિના વિદ્વતાપૂર્ણ આદાનપ્રદાનમાં ભાગ લે છે, આરોગ્ય નીતિ એજન્ડા વિકસાવે છે અને આગામી વર્ષ માટેની કાનૂની પ્રાથમિકતાઓને પ્રોત્સાહિત કરે છે.
AAPI ના પ્રમુખ ડો. રવિ કોલ્લીએ ઉપસ્થિતોનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે સંમેલન સભ્યોને વ્યવસાયિક ભાગીદારી અને સંબંધો માટે અને ઉજવણી, સંકલન અને વાતચીત કરવાની તકો સાથે દર્દીની સંભાળ, શિક્ષણ અને સંશોધનમાં શ્રેષ્ઠ મદદ કરવા અને વ્યાવસાયિક તથા સામુદાયિક બાબતોમાં તેમની આકાંક્ષાઓ આગળ ધપાવવા માટે સગવડ અને સક્ષમ કરવા માટે એક મંચ પૂરો પાડે છે.”
AAPI ના અન્ય કેટલાક કારોબારી સભ્યોએ પણ આમંત્રિતોને તથા ઉપસ્થિત રહેનારાઓને શુભેચ્છા પાઠવી સંમેલન શક્ય બનાવનાર ટીમને શ્રેય આપ્યો હતો.સંમેલનના અધ્યક્ષ અને ECO ડૉ. રઘુ લોલાભટ્ટુએ જણાવ્યું હતું કે અમે અમારા વાર્ષિક મેળાવડા, શૈક્ષણિક પ્રવૃત્તિ અને કુટુંબનો આનંદ માણવા માટે એક આકર્ષક કાર્યક્રમ યોજવા સખત મહેનત કરી રહ્યા છીએ. અમે ભાગ્યશાળી છીએ કે સંમેલન સમિતિના સભ્યોની સમર્પિત ટીમ અમને આ પ્રસંગને ખરેખર ઐતિહાસિક બનાવવામાં મદદ કરી રહી છે.”
AAPI ના ઇનકમિંગ ટ્રેઝરર અને કન્ટિન્યુઇંગ મેડિકલ એજ્યુકેશન (CME) કમિટીના અધ્યક્ષ ડૉ. શ્રીની ગણગસાણીએ જણાવ્યું હતું કે શ્રી થાનેદાર મિશિગનના 13મા કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટના લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. કોંગ્રેસમેન થાનેદાર સમગ્ર યુનાઇટેડ સ્ટેટ્સમાં સખત મહેનત કરતા પરિવારોના જીવનની સ્થિતિમાં સુધારો કરવા જુસ્સાપૂર્વક લડે છે.”