વડોદરમાં મંગળવારે 43 વર્ષીય એક મહિલાએ કથિત રીતે આર્થિક તંગીના કારણે તેની બે પુત્રીઓની હત્યા કરી હતી અને પોતે ગળે ફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો.
ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ડીસીપી) પન્ના મોમાયાને જણાવ્યું હતું કે,દક્ષા ચૌહાણે સોમવારે રાત્રે કારેલીબાગ વિસ્તારમાં તેમના ભાડાના મકાનમાં કથિત રીતે તેમની પુત્રીઓને ઝેર આપ્યું હતું અને બાદમાં તેમનું ગળું દબાવી દીધું હતું. એક દીકરી ધોરણ 9ની વિદ્યાર્થીની હતી, જ્યારે બીજી પુત્રી બેચલર ડિગ્રી કોર્સના ત્રીજા વર્ષમાં હતી. મહિલા છૂટાછેડા લઈ તેના પિતા સાથે રહેતી હતી. તે 15 દિવસ પહેલા તેની પુત્રીઓ સાથે કારેલીબાગમાં ભાડાના ફ્લેટમાં શિફ્ટ થઈ હતી. ભાડું જમા કરાવવામાં અને શાળાની ફી ચૂકવવામાં મુશ્કેલી પડતા ગઈકાલે રાત્રે પુત્રીઓને ઝેર આપી દીધું હતું. ઝેરની અસર ન થતાં છોકરીઓનું ગળું દબાવી દીધું હતું અને પોતે સીલિંગ ફેન સાથે લટકવાનો પ્રયાસ કર્યો હતો.