REUTERS/Akhtar Soomro/File Photo

પાકિસ્તાનમાં ભારે વરસાદ અને પૂરને કારણે 25 જૂન પછીથી 37 બાળકો સહિત 86 લોકોના મોત થયા હતા અને 151 લોકો ઘાયલ થયાં હતા.પાકિસ્તાન સ્થિત ARY ન્યૂઝે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA)ને ટાંકીને અહેવાલ આપ્યો હતો કે છેલ્લાં 24 કલાકમાં પાકિસ્તાનમાં ભારે વરસાદને પગલે છ લોકોના મોત થયા છે અન નવ લોકો ઘાયલ થયા છે. કુલ 86 લોકોના મોતમાં 16 મહિલા અને 37 મહિલાનો સમાવેશ થાય છે. ભારે વરસાદથી 97 મકાનો પણ ધરાશાયી થયા હતાં.

ન્યૂઝ વેબસાઈટ ડોનના જણાવ્યા અનુસાર, ભારત તરફથી આવતા પાણીના પ્રવાહને કારણે પાકિસ્તાનમાં સતલજ નદીનું જળસ્તર 16 ફૂટ વધી ગયું છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) એ પાકિસ્તાનમાં 75% સુધી પૂરની સંભાવના વ્યક્ત કરી હતી.

NDMAના અધ્યક્ષે કહ્યું છે કે પંજાબ અને ખૈબર પખ્તુનખ્વા સૌથી વધુ પ્રભાવિત વિસ્તારો છે. પંજાબમાં 52 જ્યારે ખૈબર પખ્તુનખ્વામાં અત્યાર સુધીમાં 20 લોકોનાં મોત થયા હતા. મીડિયા રીપોર્ટ મુજબ ભારતે સોમવારે સવારે 3:47 વાગ્યે પંજાબના ફિરોઝપુરમાંથી 65,000 ક્યુસેક પાણી છોડ્યું હતું, જે 19 કલાકમાં પાકિસ્તાનના કાસુર જિલ્લામાં પહોંચી જવાની ધારણા હતા.
.

LEAVE A REPLY