અગ્રણી ભારતીય ટેલિવિઝન ચેનલ ઝી ટીવી HD, યુકે અને યુરોપમાં, દર્શકોને મોહિત કરવા, શ્રેષ્ઠ મનોરંજનનો અનુભવ કરાવવા અને યુકેમાં નવા પ્રેક્ષકોને આકર્ષવા માટે પોતાના ફ્લેગશિપ શો માટે નવા પ્રાઇમ-ટાઇમ સ્લોટ્સ રજૂ કરી રહ્યું છે અને યુકેના તમામ દર્શકો માટે અંગ્રેજીમાં સબટાઈટલવાળા ત્રણ વિશિષ્ટ પ્રાદેશિક ભાષાના બાંગ્લા શો લાવી રહ્યું છે.
કાર્યક્રમોમાં કરાયેલા સુધારા Zee TV HDના પ્રાઇમ-ટાઇમ શેડ્યૂલ પ્રેક્ષકોના ટીવી જોવાના અનુભવને વધારશે. 3જી જુલાઈ 2023થી, દર્શકો અઠવાડિયાના સાતેય દિવસ નવા ટાઈમ સ્લોટ પર તેમના મનપસંદ મૂળ શો જોઈ શકશે.
ભાગ્ય લક્ષ્મી સાંજે 7:30, કુમકુમ ભાગ્ય 8:00, કુંડળી ભાગ્ય 8:30, પ્યાર કા પહેલા નામ રાધા મોહન રાત્રે 9 વાગ્યે અને ઝી ટીવી એચડીનો નવો શો પ્યાર કા પહેલા અધ્યાય: શિવ શક્તિ રાત્રે 9.30 વાગ્યે (પ્યાર કા પહેલા નામ રાધા મોહનનો સ્પિન-ઓફ છે) પ્રસારિત થશે.
Zee TV HD ભારતના ટોચના રેટેડ નાટકો પર આધારીત ત્રણ તદ્દન નવા બાંગ્લા શો અંગ્રેજી સબટાઈટલ સાથે રજૂ કરનાર છે. સોમવારથી શુક્રવાર સુધી, જે દર્શકોને સમૃદ્ધ સંસ્કૃતિમાં લીન કરી દેશે.
નીમ ફૂલર મધુ – પ્રકૃતિની શાંત પૃષ્ઠભૂમિની વચ્ચે રચાયેલી લવ સ્ટોરી એક હૃદયપૂર્વકની મુસાફરીનું વચન આપે છે જે સોમથી શુક્ર સાંજે 5 વાગ્યે રજૂ થશે.
જગધરતી: આ વિચાર-પ્રેરક શો આધ્યાત્મિકતા અને રોજિંદા જીવન વચ્ચેના ગહન જોડાણની શોધ કરે છે અને આ શ્રેણીનો ઉદ્દેશ્ય દર્શકોને તેમના પોતાના આધ્યાત્મિક માર્ગો પર ઉત્થાન અને પ્રેરણા આપવાનો છે. જે સોમથી શુક્ર સાંજે 5.30 વાગ્યે રજૂ થશે.
ગૌરી ઇલો: લાગણીઓ, નાટક અને સપનાની દુનિયાનો આ મનમોહક શો ગૌરીના જીવનને અનુસરે છે. તેણી તેની મુસાફરીની કસોટીઓ અને વિજયોમાંથી પસાર થાય છે. જે શો સોમથી શુક્ર સાંજે 6 વાગ્યા સુધી રજૂ થશે.
યુકેમાં તમે હવે સ્કાય ચેનલ 709, સ્કાય ગ્લાસ ચેનલ 714, વર્જીન મીડિયા ચેનલ 809 અને BT ચેનલ 594 પર ઝી ટીવી HD ટ્યુન કરી શકો છો.