લંડનમાં હોમર્ટન હેલ્થકેર NHS ફાઉન્ડેશન ટ્રસ્ટના સેક્સ્યુઅલ હેલ્થ અને એચઆઇવી મેડીસીનના સલાહકાર ડૉ. તસ્લીમા રશીદ સમજાવે છે કે જ્યારે તમે તમારા સ્વાસ્થ્ય અને સુખાકારી વિશે વિચારો છો, ત્યારે તમારે તમારા સંબંધો અને જાતીય સ્વાસ્થ્ય (સેક્સ્યુઅલ હેલ્થ) વિશે પણ વિચારવાની જરૂર છે.
“આપણા સેક્સ્યુઅલ હેલ્થની સંભાળ રાખવાથી આપણને લાંબુ, સ્વસ્થ જીવન જીવવામાં અને આપણા સૌથી ઘનિષ્ઠ, મહત્વપૂર્ણ સંબંધોની સંભાળ રાખવામાં મદદ મળે છે.
કઇ મદદ ઉપલબ્ધ છે?
“ઘણી સંસ્કૃતિઓમાં સેક્સ વિશે વાત કરવી નિષિદ્ધ હોય છે, અને જો તેમને સલાહ અથવા સારવારની જરૂર હોય ત્યારે તેઓ શરમ અનુભવી શકે છે.”
કોઈપણ વ્યક્તિ તેમના જીવન દરમિયાન તેમના જાતીય સંબંધોમાં મુશ્કેલીઓ અનુભવી શકે છે. સેક્સ્યુઅલ હેલ્થ આપણે ઘનિષ્ઠ સંબંધોમાં કેવું અનુભવીએ છીએ, અને સલામત અને તેનો આનંદ માણવા સક્ષમ છીએ, તેમજ ગર્ભનિરોધક અને ચેપ અટકાવવો અને સારવાર કરવી તેને આવરી લે છે.
સલાહ અને સંભાળ કોમ્યુનિટી ફાર્મસીઓ, GP પ્રેક્ટિસ અને સેક્સ્યુઅલ હેલ્થ ક્લિનિક્સ (SHCs)માંથી મળી રહે છે, જેને જીનીટોરીનરી મેડિસિન (GUM) ક્લિનિક્સ પણ કહેવાય છે. આ ચેરીટી સંસ્થાઓ અથવા સ્થાનિક સામાજીક સંસ્થાઓ દ્વારા અથવા તેમની ભાગીદારીમાં પણ ચલાવવામાં આવી શકે છે.
ત્યાં કિશોરો, યુવાન પુખ્ત વયના લોકો, LGBTQ+ લોકો અને જાતીય હિંસા અથવા જેનાઇટલ મ્યુટીલેશન અથવા કટીંગ જેવી હાનિકારક પ્રથાઓ તેમજ ઓનલાઈન સપોર્ટ અને પરીક્ષણનો અનુભવ કર્યો હોય તેવા લોકો માટે સમર્પિત સેવાઓ છે.
તે કેન્સર છે, ચેપ છે કે બીજું કંઈક?
ડો. રશીદ કહે છે કે “આપણે બધા જાણીએ છીએ કે આપણા શરીર માટે શું સામાન્ય છે, અને જો કંઈક અલગ હોય તો ક્યાંથી મદદ લેવી જોઈએ”
ટોઇલેટમાં જતી વખતે બળતરા, ખંજવાળ અથવા દુખાવો થવો, અસામાન્ય સ્રાવ, ગઠ્ઠો, ચાંદા પડવા અથવા વૃદ્ધિ થવી, રક્તસ્રાવ, ઉત્થાનમાં મુશ્કેલી અથવા સેક્સ દરમિયાન દુખાવો થવો જેવા લક્ષણો સૂચવે છે કે તમને શારીરિક સ્વાસ્થ્ય સમસ્યા હોઈ શકે છે.
ડૉ. રશીદ ઉમેરે છે કે “આ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ચેપ હોઈ શકે છે, અથવા તે કંઈક બીજું હોઈ શકે છે; ક્યારેક ક્યારેક તે કેન્સર અથવા તો હૃદયરોગ જેવી બાબતો હોઈ શકે છે. પરંતુ જો તમે બીમાર હો, મેનોપોઝમાંથી પસાર થઈ રહ્યા હો, ઘરે અથવા કામ પર તણાવ હોય, તો તે આપણા સેક્સ્યુઅલ હેલ્થને પણ અસર કરી શકે છે.”
હેલ્થકેર પ્રોફેશનલ સાથે વાત કરવાથી એ સુનિશ્ચિત થશે કે તમને જરૂરી કોઈપણ પરીક્ષણ, સારવાર અથવા કાઉન્સેલિંગનો તમને ઝડપથી ઍક્સેસ મળશે.
સર્વાઇકલ કેન્સર
હ્યુમન પેપિલોમા વાયરસ (HPV) સામેનું રસીકરણ અને સર્વાઇકલ કેન્સરને રોકવા માટે કરાતા નિયમિત સર્વાઇકલ સ્ક્રીનીંગે સારા પરિણામો દર્શાવ્યા છે.
ત્વચા-થી-ત્વચાના નજીકના સંપર્ક દ્વારા ફેલાયેલ, એચપીવી ખૂબ જ સામાન્ય છે અને કેટલાક ઉચ્ચ જોખમના પ્રકારો કેન્સરના વિકાસ સાથે જોડાયેલા છે જે છોકરીઓ અને છોકરાઓને અસર કરી શકે છે, જેમાં સર્વાઇકલ કેન્સર, માથા અને ગરદનના કેન્સર અને ગુદાના અને જનન વિસ્તારોના કેન્સરનો સમાવેશ થાય છે.
આ રસી પ્રજનનક્ષમતાને અસર કર્યા વિના એચપીવીના સૌથી વધુ જોખમ ધરાવતા કેટલાક પ્રકારના ચેપ સામે રક્ષણ આપે છે. તે 12 થી 13 વર્ષની વયના બાળકોને ઓફર કરવામાં આવે છે અને 25 વર્ષથી ઓછી વયના લોકો કે જેમને રસી આપવામાં આવી નથી (1 સપ્ટેમ્બર 1991 પછી જન્મેલી છોકરીઓ અને 1 સપ્ટેમ્બર 2006 પછી જન્મેલા છોકરાઓ માટે) તેઓ પૂછી શકે છે.
જેમ કે HPV રસી સર્વાઇકલ કેન્સરનું કારણ બની શકે તેવા તમામ પ્રકારના HPV સામે રક્ષણ આપતી નથી, તેથી મહત્વપૂર્ણ છે કે જે મહિલાઓને રસી આપવામાં આવી છે તેમણે હજુ પણ તેમના સર્વાઇકલ સ્ક્રીનીંગ માટે આગળ આવવું જોઇએ, જે તમામ પ્રકારના ઉચ્ચ જોખમ ધરાવતા HPV માટે ટેસ્ટીંગ કરે છે. સ્મીયર ટેસ્ટ તરીકે પણ ઓળખાતો ટેસ્ટ, આ સર્વાઇકલ કેન્સરને રોકવામાં વધુ મદદ કરે છે અને તે નિયમિતપણે મહિલાઓ અને સર્વિક્સ ધરાવતા 25 થી 64 વર્ષની વયના લોકોનો કરવામાં આવે છે.
ગર્ભાશયની શરૂઆતના ભાગ સર્વિક્સમાંથી લેવામાં આવેલા કોષોના નાના નમૂનાનું HPV ના ઉચ્ચ જોખમી પ્રકારો માટે ટેસ્ટીંગ કરવામાં આવશે, જે લગભગ તમામ સર્વાઇકલ કેન્સરનું કારણ બને છે. એચપીવી હોવાનો અર્થ એ નથી કે તમને સર્વાઇકલ કેન્સર છે અથવા થશે, પરંતુ જો પૂરાવા મળી આવે તો સેમ્પલ કોષોમાં ફેરફાર માટે તપાસ કરવામાં આવે છે, જેની સારવાર કરવામાં ન આવે તો તે કેન્સરમાં ફેરવાઈ શકે છે.
ડૉ. રશીદ ઉમેરે છે કે “જો તમે માત્ર એક જ વાર અથવા એક વ્યક્તિ સાથે જ સેક્સ કર્યું હોય, ઘણા વર્ષો સુધી સેક્સ ન કર્યું હોય, તેમજ જો તમે પુરૂષો સાથે સેક્સ ન કર્યું હોય અથવા લાંબા સમય સુધી સેક્સ ન કર્યું હોય તો પણ તમને HPV થઈ શકે છે.” જે લોકો પાસે સર્વિક્સ નથી તેમને સ્ક્રીનીંગની જરૂર રહેશે નહીં. ટ્રાન્સ અને નોન-બાયનરી લોકો કે જેઓ જીપી પ્રેક્ટિસમાં પુરૂષ તરીકે નોંધાયેલા છે તેમને નિયમિત રીતે આમંત્રિત કરવામાં આવતા નથી પરંતુ જો યોગ્ય હોય તો તેની વિનંતી કરી શકે છે.
મફત HPV રસીકરણ એવા પુરૂષો માટે પણ ઉપલબ્ધ છે કે જેઓ 45 વર્ષ સુધીના પુરૂષો સાથે સંભોગ કરે છે અને જ્યારે તેઓ નિષ્ણાત સેક્સ્યુઅલ હેલ્થ સર્વિસીસ અને HIV ક્લિનિક્સની મુલાકાત લે છે. કેટલાક ક્લિનિક્સ તેમને એચપીવી સ્ક્રીનીંગ પણ ઓફર કરી શકે છે.
સ્ત્રી જનન અંગછેદન પછી મદદ
યુકેમાં સ્ત્રી જનન અંગછેદન એટલે કે ફીમેલ જનાઇટલ મ્યુટીલેશન ગેરકાયદેસર છે અને તે બાળ શોષણ છે. તેમાં સ્ત્રીના ગુપ્તાંગને ઇરાદાપૂર્વક કાપવામાં આવે છે, ઇજા થાય છે અથવા બદલવામાં આવે છે, તબીબી કારણ વગર આમ કરાય છે. તેને સ્ત્રી સુન્નત અથવા કટીંગ તરીકે પણ ઓળખવામાં આવે છે, અને સુન્ના, ગુડનીન, હલાલેઝ, તહુર, મેગ્રેઝ અને ખિતાન સહિત અન્ય શબ્દો દ્વારા પણ ઓળખાય છે.
તે ગંભીર પીડા કરે છે, તે ગંભીર લાંબા ગાળાની માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સમસ્યાઓ તરફ દોરી શકે છે, જેમાં સેક્સ, પ્રજનનક્ષમતા અને બાળજન્મ દરમિયાન સમસ્યાઓનો સમાવેશ થાય છે. આ માટે મદદ મેળવવા માટે, GP અથવા અન્ય હેલ્થકેર પ્રોફેશનલ સાથે વાત કરો, ઉદાહરણ તરીકે જો તમે ગર્ભવતી હો તો તમારી મિડવાઇફને કહો.
ડૉ રશીદે કહે છે. “જો તમારી સાથે આવું બન્યું હોય, અથવા તમને લાગે કે કદાચ આવું થયું હોય, તો કૃપા કરીને મદદ મેળવો. તમે તેને ઉલટાવી શકતા નથી, પરંતુ કેટલીક વસ્તુઓ છે જે અમે તમને મદદ કરવા માટે કરી શકીએ છીએ. તમને NHS FGM સપોર્ટ ક્લિનિક્સમાં મોકલવામાં આવી શકે છે જે કાઉન્સેલિંગ અથવા જો જરૂરી હોય તો, શસ્ત્રક્રિયા સહિતની સહાયક સેવાઓની શ્રેણી ઓફર કરે છે.”
સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ચેપ માટે સ્ક્રીનીંગ
સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન (STI), સેક્સ દરમિયાન લાગી શકે છે. મોટાભાગનો ચેપ લોહી, લાળ અથવા વીર્ય જેવા શરીરના પ્રવાહી દ્વારા વહન કરવામાં આવે છે. સેક્સ દરમિયાન કોન્ડોમ અથવા બેરિયરનો ઉપયોગ કરવાથી ચેપને પસાર થતા અટકાવવામાં મદદ મળે છે. અન્ય લોકોને ત્વચાથી ત્વચાના નજીકના સંપર્ક દ્વારા ચેપ લાગી શકે છે.
“કેટલીકવાર લોકોને આઘાત લાગે છે કે તેમને STI માટે ટેસ્ટ કરાવવાની જરૂર છે કારણ કે તેમની પાસે માત્ર એક જ પાર્ટનર હતો, અથવા તેમને લક્ષણો નહોતા. હું તેમને કહું છું કે આપણા સેક્સ્યુઅલ હેલ્થની સંભાળ રાખવામાં શરમાવાની જરૂર નથી, કારણ કે તે આપણા બધાનો ભાગ છે.’’
“તમે કોઈને તમારી સાથે ટેકા માટે લઈ જઈ શકો છો અથવા ચેપેરોન માટે કહી શકો છો. ત્યાં કોઈ નિર્ણય હોતો નથી અને તે ગોપનીય હોય છે – અમે તમારી પરવાનગી વિના તમારી માહિતી, તમારા જીપી સાથે પણ, શેર કરીશું નહીં.”
HIV માટે પરીક્ષણ
તમે HIV માટે પરીક્ષણ કરાવવા માટે કહી શકો છો. સગર્ભાવસ્થા દરમિયાન આપવામાં આવતી નિયમિત તપાસમાં HIV માટેનું પરીક્ષણ પણ સામેલ છે, જે હેપેટાઇટિસ B અને સિફિલિસને પણ શોધે છે. દેશના એવા વિસ્તારોમાં જ્યાં દર સૌથી વધુ છે ત્યાં ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં હાજરી આપતા લોકોને તે ટેસ્ટ ઓફર કરવામાં આવતા ઓપ્ટ-આઉટ ટેસ્ટિંગ માટે પણ HIV ની તપાસ કરવામાં આવે છે. તપાસ શરૂ થઈ ત્યારથી 2,000થી વધુ લોકોમાં હેપેટાઇટિસ B અને C માટે પણ ટેસ્ટીંગ કરાતા વર્ષમાં ત્રણમાંથી એક જણને રક્તજન્ય વાઇરસ હોવાનું જણાયું છે.
ડો. રશીદ કહે છે કે “જો તમને લાગતું ન હોય કે તમે એચઆઈવીના સંપર્કમાં આવ્યા છો, તો પણ હું દરેકને ટેસ્ટ કરાવવા માટે પ્રોત્સાહિત કરું છું.”
“જો તમારી પાસે બહુ બધા પાર્ટનર્સ હોય, કોન્ડોમનો ઉપયોગ ન કરતા હો અથવા પુરુષો સાથે સંભોગ કરતા પુરુષ હો, તો તમારે દર ત્રણ મહિને વધુ નિયમિતપણે ટેસ્ટીંગ કરાવવું જોઈએ.’’
“જો તમને લક્ષણો ન હોય અને માત્ર મનની શાંતિ જોઈતી હોય, તો તમે ઘરે, ખાનગીમાં ક્લિનિકમાંથી, ઑનલાઇન અથવા ફાર્મસીમાં ઉપયોગ કરવા માટે ટેસ્ટ કીટ મેળવી શકો છો. તે અનમાર્ક્ડ પેકેજિંગનો ઉપયોગ કરવા સાથે પાછી પોસ્ટ કરવા માટે મફત હોય છે.”
HIV નિદાન પછી સારી રીતે જીવવું
યુકેમાં 95,000 થી વધુ લોકો HIV સાથે જીવે છે, જેમાં 4,000 થી વધુ લોકો એવા હતા જેમને ખબર જ ન હતી કે તેમને આ રોગ હતો તેવું માનવામાં આવે છે.
બીટ્રાઇસ ઓસોરો, ચેરિટી પોઝિટીવલી યુકે સાથે કામ કરે છે, જે લોકોને ઇમરજન્સી વિભાગમાં નિયમિત બ્લડ બોર્ન વાયરસ (BBV)ના ટેસ્ટથી પોઝીટીવ પરિણામ આવ્યા હોય તેમને મદદ કરે છે.
તેણીએ કહ્યું હતું કે “મહિલાઓ, વિજાતીય લોકો, વૃદ્ધ લોકો અને શ્યામ આફ્રિકન વંશના લોકો વિલંબથી થયેલા નિદાનથી અપ્રમાણસર રીતે અસરગ્રસ્ત છે. તેમની સૌથી મોટી ચિંતા સામાન્ય રીતે પ્રિયજનોને કહેવું કે નહિં તે છે. મોટા ભાગના લોકોને અસ્વીકાર, શરમ અને કલંકનો ડર લાગે છે.’’
જ્યારે કોઈ ઈલાજ નથી, ત્યારે આધુનિક સારવાર દ્વારા આપણા શરીરમાંથી વાઇરસનું સ્તર ઘટાડી શકાય છે. આનાથી લોકોને સ્વસ્થ રાખવામાં મદદ મળે છે અને તેનો અર્થ એ છે કે સેક્સ, ગર્ભાવસ્થા, જન્મ અથવા સ્તનપાન દરમિયાન વાઇરસ ફેલાતા નથી.
“હું ખરેખર લોકોને જણાવવા માંગું છું કે તમે વાઇરસનું સંચાલન કરી શકો છો અને તેની સાથે સારી રીતે જીવી શકો છો. દવાનો અર્થ એ છે કે તમે તેને પસાર કરતા નથી.’’
“એચઆઈવી હવે મૃત્યુદંડ સમાન નથી. હું જાણું છું કે હું 28 વર્ષથી વાઇરસ સાથે જીવી રહી છું. હા, મારે ફેરફારો કરવા પડ્યા. હા, મારું માથું ફેરવવું મુશ્કેલ હતું, પરંતુ હકીકત એ છે કે હું જાણતી હતી કે મને વાઇરસ છે, તેનો અર્થ એ છે કે હું સારી રીતે રહેવા માટે, મારા સ્વાસ્થ્યની, મારા કુટુંબની સંભાળ રાખવા અને બાકીના જીવન સાથે આગળ વધવા માટે મારી જીંદગીમાં મારે જે કરવાની જરૂર હતી તે કરી શકું છું.”
તમે આ લેખમાં જે કંઈપણ વાંચ્યું છે તેના વિશે વધુ માહિતી માટે, www.nhs.uk ની મુલાકાત લો, NHS 111 પર કૉલ કરો અથવા વિશ્વાસપૂર્વક વાત કરવા માટે 0300 123 7123 પર નેશનલ સેક્સ્યુઅલ હેલ્થ એડવાઇઝ લાઇનનો મફતમાં સંપર્ક કરો.