ટીવી સ્ટાર જય ભાનુશાલીનું માને છે કે ડિજિટલ પ્લેટફોર્મની સરખામણીએ ટેલિવિઝન હંમેશાં લોકપ્રિય રહેશે. આજે ડિજિટલ પ્લેટફોર્મનું ચલણ છે. અનેક ફિલ્મો અને વેબ-સિરીઝ વિવિધ પ્લેટફોર્મ પર રિલીઝ થાય છે. એથી કેટલાક લોકો એમ માને છે કે ટેલિવિઝનનું મહત્ત્વ ઓછું થઈ જશે.
આ અંગે જય ભાનુશાલીએ કહ્યું કે, ‘ડિજિટલ પ્લેટફોર્મની સરખામણીએ કેટલાક લોકો માટે ટેલિવિઝન સરળ છે. એક બટન ક્લિક કરતાં જ શો શરૂ થઈ જાય છે. ટેલિવિઝન તો હંમેશાં રહેવાનાં છે. ફિલ્મ એકટર્સ શું કામ તેમની ફિલ્મોને ટીવી પર પ્રમોટ કરે છે? કારણ કે એને જોનારો વર્ગ વિશાળ છે. લોકો આજે પણ ટીવી જુએ છે. વાત એ છે કે કેટલાક લોકોને ટીવી જોવાનું ગમતું નથી, કારણ કે હવે દર્શકો સ્ટોરીઝને સમજતા થયા છે. આજે કેટલીક મમ્મીઓ હજી પણ ટીવી જુએ છે. મારી મમ્મીને નેટફ્લિક્સ કે પછી અન્ય ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરતાં નથી ફાવતું. જોકે ટેલિવિઝનનું એક બટન દબાવતાં જ શો શરૂ થઈ જાય છે, આથી જ ટેલિવિઝન હંમેશાં લોકપ્રિય રહેવાનું છે.’