આ મહિનાથી બિલ્સમાં સરેરાશ £430 ની સરેરાશથી ઘટાડો થવાનો છે અને આગામી ઓક્ટોબરમાં અન્ય ઘટાડાની આગાહી પણ કરાઇ છે.
ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીના વડા ફાતિહ બિરોલે જણાવ્યું હતું કે ‘’આ શિયાળામાં એનર્જીના ભાવમાં વધુ એક વધારો આવી શકે છે. યુક્રેન પરના આક્રમણ પહેલા ઘણી યુરોપીયન સરકારોએ એનર્જી માટે રશિયા પર વધુ પડતો આધાર રાખ્યો હતો. વિદેશી નીતિ ટૂંકા ગાળાના વ્યાપારી નિર્ણયો દ્વારા “આંખ પર પાટા બાંધ્યા” હતા. હાલમાં ચીની અર્થવ્યવસ્થા ખૂબ જ મજબૂત છે, બજારોમાંથી ઘણી એનર્જી ખરીદે છે ત્યારે આગામી શિયાળામાં કુદરતી ગેસના ભાવ પરનું મજબૂત દબાણ જોઈ શકીએ છીએ. જે ગ્રાહકો પર વધારાનો બોજ નાખશે.”