ચાલુ દાયકાના અંત સુધીમાં ભારત ‘સુપર રિચ’ પરિવારોની સંખ્યામાં પાંચ ગણો વધારો થશે. આવા પરિવારોની સંખ્યા 2031 સુધીમાં વધીને 9.1 મિલિયન થવાનો અંદાજ છે. ભારતમાં આર્થિક વૃદ્ધિનો મોટો હિસ્સો ગ્રામીણ વિસ્તારોમાંથી આવશે.
પીપલ્સ રિસર્ચ ઓન ઈન્ડિયાઝ કન્ઝ્યુમર ઈકોનોમી એન્ડ ઈન્ડિયાઝ સિટીઝન એન્વાયર્નમેન્ટ, અથવા PRICEએ બુધવારે જારી કરેલા રીપોર્ટ મુજબ સુપર રિચ પરિવારોની સંખ્યા 2021 સુધીના પાંચ વર્ષમાં લગભગ બમણી થઈને 1.8 મિલિયન થઈ હતી. જેઓ વાર્ષિક 20 મિલિયન રૂપિયા ($243,230)થી વધુ કમાય છે તેવા સુપરરીચ ગણાય છે. ગામડાઓમાં આવા પરિવારોની વૃદ્ધિ શહેરોમાં 10.6%ની સરખામણીએ 14.2% રહી હતી.
સંસ્થાના મુખ્ય કાર્યકારી અધિકારી અને અહેવાલના લેખક રાજેશ શુક્લાએ જણાવ્યું હતું હતું કે લોકો ગ્રામીણ વિસ્તારોમાં વ્યાપારી કૃષિ વ્યવસાયો તેમજ બિન-કૃષિ પ્રવૃત્તિઓમાં વધુને વધુ રોકાયેલા છે. ઉદ્યોગ સાહસિકો ગ્રામીણ વિસ્તારોમાં ધસારો કરી રહ્યાં છે, નોકરીઓ અને નાના વ્યવસાયો સર્જી રહ્યા છે. જે અર્થતંત્રને વેગ આપે છે.
ગ્લોબલ ફંડ મેનેજર્સ અને વિદેશી બેંકો ભારતમાં વિસ્તરણ કરી રહી છે, કારણ કે દેશમાં કરોડપતિઓની સંખ્યા વધી રહી છે. Oxfam ઈન્ટરનેશનલના અંદાજ મુજબ ભારતે 2018 અને 2022ની વચ્ચે દરરોજ 70 નવા મિલિયોનેર બનાવ્યાં હતા.
સર્વેક્ષણમાં એ પણ જાણવા મળ્યું કે હાલમાં 432 મિલિયનની મધ્યમ વર્ગની વસ્તી વાર્ષિક $6,000 થી $36,000 ની વચ્ચે કમાણી કરે. મધ્યમવર્ગની વસિત 2031 સુધીમાં 715 મિલિયન સુધી પહોંચવાનો અંદાજ છે.