વ્હાઇટ હાઉસમાં રવિવારે સાંજે સિક્રેટ સર્વિસને એક શંકાસ્પદ પદાર્થ મળી આવતાં થોડા સમય માટે તેને ખાલી કરાવાયું હતું. એજન્સી હાલમાં આ મામલાની તપાસ કરી છે. વ્હાઇટ હાઉસમાં વ્હાઇટ પાવડર મળી આવ્યો હતો અને પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે તે કોકેઇન હોઈ શકે છે, એમ વોંશિગ્ટન પોસ્ટના રીપોર્ટમાં જણાવ્યું હતું.
સિક્રેટ સર્વિસના પ્રવક્તા એન્થોની ગુગલીએલ્મીએ જણાવ્યું કે અધિકારીઓ તપાસ કરી રહ્યાં છે કે વ્હાઇટ હાઉસમાં સફેદ પાવડર કેવી રીતે આવ્યો. આ પદાર્શ ખરેખર શું છે તેની વધુ તપાસ ચાલુ છે. જોકે આ વ્હાઇટ પાવડર કોઇ જોખમ ઊભું કરતો નથી. આ ઘટના બની ત્યારે પ્રેસિડન્ટ બાઇડન વ્હાઇટ હાઉસમાં ઉપસ્થિત ન હતી. પરંતુ તેનાથી સિક્યોરિટી એલર્ટ જારી કરાયો હતો અને એક્ઝેક્યુટિવ મેન્સન ટૂંક સમય માટે ખાલી કરાવાયો હતો.