REUTERS/Juan Medina

ફ્રાન્સમાં ટ્રાફિક સ્ટોપ પર પોલીસના ફાયરિંગમાં 17 વર્ષીય કિશોરના મોત પછી રવિવારે સતત પાંચમાં દિવસે હિંસા ચાલુ રહી હતી. રવિવારે વધુ 719 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તોફાનીઓએ પેરિસની દક્ષિણે એક શહેરના મેયરના ઘરે કાર ઘુસાડી દીધી હતી. મેયરે કહ્યું કે હુમલામાં તેમની પત્ની અને એક બાળક ઘાયલ થયા હતાં. મેયર વિન્સેન્ટ જીનબ્રુને ટ્વિટર પર લખ્યું હતું કે વિરોધ કરનારાઓએ “આગ લગાડતા” પહેલા તેના ઘરમાં “કાર ઘુસાડી” જ્યારે તેનો પરિવાર સૂતો હતો.

પાંચમાં દિવસે પણ દેશભરમાં હિંસક વિરોધી દેખાવો ચાલુ રહ્યાં હતા. આ તોફાનોમાં 200થી વધુ પોલીસ જવાનોને ઇજા પહોંચી છે. 600થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. દેશભરમાં આગચંપી અને તોડફોડની વ્યાપક ઘટનાઓ બની છે. જેને પગલે પ્રમુખ ઈમેનુઅલ મેક્રોને હાઈલેવલ ઈમરજન્સી બેઠક બોલાવી હતી. જો હિંસા પર કાબૂ નહિ થાય તો કટોકટી જાહેર થાય તેવી સંભાવના છે.

10 શોપિંગ મોલ, 200થી વધુ સુપરમાર્કેટ, 250 તમાકુની દુકાનો અને 250 બેંક આઉટલેટ્સ પર હુમલો કરવામાં આવ્યો હતો અથવા લૂંટી લેવામાં આવ્યો હતો. ફ્રેન્ચ પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન જર્મનીની મુલાકાત રદ કરી હતી જે રવિવારથી શરૂ થવાની હતી

ફ્રાન્સના વડાપ્રધાન એલિઝાબેથ બોર્ને કહ્યું કે, સરકાર વ્યવસ્થા કાયમ કરવા માટે તમામ વિકલ્પો પર વિચાર કરી રહી છે, જેમાં કટોકટી જાહેર કરવાનો વિકલ્પ પણ સામેલ છે. ફ્રાન્સના ગૃહપ્રધાન ગેરાલ્ડ ડર્મેનિને જણાવ્યું કે ગુરુવારે રાતથી શુક્રવારની સવાર સુધી વિરોધ પ્રદર્શનમાં ઓછામાં ઓછા 600 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.. આ હિંસામાં 200થી વધુ પોલીસ જવાનો ઘાયલ થયા છે. હિંસાને રોકવા માટે સ્પેશિયલ પોલીસ ફોર્સને બોર્ડો, લ્યોન, રુબેક્સ, માર્સેલ અને લિલી શહેરમાં ગોઠવવામાં આવી છે. ફ્રાન્સના ગૃહ મંત્રાલયે હિંસાને રોકવા માટે પેરિસ અને આસપાસના

શહેરોમાં વધારાના પોલીસ દળ તૈનાત કરવાની મંજૂરી આપી દીધી છે. પેરિસના કેટલાક ઉપનગરોમાં કર્ફ્યૂ લગાવવામાં આવ્યો હતો. તેમજ પેરિસમાં ગુરુવારની રાતથી જ બસ અને ટ્રામ સેવા બંધ કરવામાં આાવી હતી. અહીંયા નોધવું રહ્યું કે, પેરિસના એક ઉપનગર નાનટેયરમાં નાહેલ એમને મંગળવારે એક પોલીસ અધિકારીએ ગોળી મારી હતી. નાહેલેને ટ્રાફિક પોલીસે ઊભા રહેવા કહ્યું હતું, પરંતુ એ ગાડીને લઈને ભાગી ગયો, પોલીસે ગોળી મારી હતી.

LEAVE A REPLY