પાવગઢ ખાતે આવેલું ૫૧ શક્તિપીઠ પૈકીનું શ્રી મહાકાળી માતાજી મંદિરના સર્વાંગી વિકાસ અને ભક્તોની સુવિધા માટે ગુજરાત સરકારના ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા સમગ્ર પાવગઢના વિકાસ માટે વર્ષ- ૨૦૧૭માં રૂપિયા ૧૨૧ કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ૧૮મી જૂન, ૨૦૨૨ના રોજ રૂ. ૧૨૧ કરોડના વિકાસ કાર્યોનો પ્રારંભ અને મંદિરની ધ્વજારોહણ વિધિ કરવામાં આવી હતી.
પાવાગઢના સર્વાંગી વિકાસ બે તબક્કામાં સુચારું આયોજન કરવામાં આવ્યું છે. પાવગઢમાં ફેઝ- ૧માં રસ્તા પહોળા કરવા, ટોયલેટ બ્લોક, પોલીસ બુથ, વોટર હટ, સીટીંગ પેવેલીયન, ચોક, ઓટલા, ફુડ કોર્ટ, વોટર સપ્લાય એન્ડ ડ્રેનેજ, સાયનેજીસ વગેરે વિકાસ કામમાં કરવામાં આવ્યા છે. રસ્તાની કુલ લંબાઇ ૩.૦૧ કિ.મી કરવામાં આવી છે. જેને કુલ ૨૫ સ્ટ્રેચમાં વહેચવામાં આવી છે, જેમાં કુલ- ૨૩૭૪ પગથિયાનું નિર્માણ કરવામાં આવ્યું છે.
ફેઝ- ૨માં મંદિરના પરિસરના વિસ્તૃતિકરણની કામગીરી કરવામાં આવી હતી. જેમાં હયાત મંદિર પરિસર ૫૪૫ ચો.મી.નું હતું. જે વિસ્તૃતિકરણ બાદ મંદિર પરિસરનો એરિયા ત્રણ લેવલમાં વિસ્તારવામાં આવ્યો છે. જેમાં લેવલ – ૧ માં ૪૦૦ ચો.મી., લેવલ- ૨ ૧૩૯૫ ચો.મી., અને લેવલ- ૩માં ૧૧૮૫ ચો.મી. મળી કુલ- ૨૯૮૦ ચો.મી.નું વિસ્તૃતિકરણ કરવામાં આવ્યું છે. તેમજ પાથ- વે વીજળીકરણ, પબ્લીક એડ્રેસ સિસ્ટમ તથા સી.સી.ટી.વી.ની કામગીરીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ રમણીય યાત્રાધામ તળેટી, માંચી અને શ્રી મહાકાળી માતાજીનું મંદિર એમ મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચાયેલું છે. ફેઝ- ૩માં તળેટીના વિસ્તાર માંચી ચોક ખાતે ભક્તોને પુરતી પાયાની સુવિધા ઉપલબ્ઘ કરાવવાનું આયોજન છે. ભક્તોને માંચી ખાતે ખાણીપીણીના સ્ટોલ, ઇન્ફોર્મેશન સેન્ટર, હેલ્થ, પોલીસ, વોટર સપ્લાય, વીજળી અને એડમીન બ્લોક બનાવવા માટે સરકારે વર્ષ- ૨૦૨૨-૨૩ના વર્ષમાં રૂપિયા ૧ કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી છે.
યાત્રાળુઓની સુવિધા માટે ફેઝ- ૩ ’એ’ માં માંચી ચોક ખાતે ઓફિસ બ્લોક – એનું બાંઘકામ, ચાચર ચોકનું સ્ટોન ફલોરિંગ, મલ્ટી લેવલ પાર્કિંગ, શૌચાલય, પ્રવેશ દ્વાર, સાઇનેજીસ, ફાયર- ફાઇટીંગ, વોટર સપ્લાય, ડ્રેઇનેજીસ અને ઇલેક્ટ્રીફીકેશનની કામગીરી અંદાજે રૂપિયા ૧૩ કરોડના ખર્ચે કરવામાં આવનાર છે.
ચાંપાનેર ખાતે ૨- પાર્કિંગ, ચાંપાનેરના અંદર અને બહારના રસ્તાની કામગીરી, ફોર્ટનું લાઇટીંગ- ઇલેક્ટ્રીફીકેશનની કામગીરી રૂપિયા ૪૦ કરોડથી વધુના ખર્ચે કરવામાં આવનાર છે, જેની કામગીરી ટુંક સમયમાં શરૂ કરાશે.
જગતજનની મા કાલિકાના મંદિરનો માસ્ટરપ્લાનિંગ કરી તેનો સર્વગ્રાહી વિકાસ થાય તે હેતુંથી સરકારે કુલ પ્રોજેક્ટ રકમ ૨૩૮ કરોડના ખર્ચે વિવિધ વિભાગોની કામગીરી માટે નાણાકીય વર્ષ- ૨૦૨૩-૨૪માં નવી બાબત રૂપે રૂપિયા ૧૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે, જેને સૈધ્ધાંતિક મજુરી આપવામાં આવી છે.
સરકાર દ્વારા રોપ- વે એક્સ્ટેશનની કામગીરી હેઠળ મંદિર પરિસર સુધી પહેાંચી શકાય તે માટે હાઇડ્રોલિક લીફટની કામગીરી કરવામાં આવી રહી છે. તેમ જ પાંચ હજાર કરતા વધુ ભક્તો જમી શકે તે માટે ભોજનાલય બનાવવામાં આવનાર છે.