અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડન અને વાઇસ પ્રેસિડન્ટ કમલા હેરિસે યુનિવર્સિટીઓમાં વંશ અને જાતિને આધારે એડમિશન પર પ્રતિબંધ મૂકતા સુપ્રીમ કોર્ટના ચુકાદા અંગે તીવ્ર અસંમતી દર્શાવી હતી.
બાઇડને જણાવ્યું હતું કે આ ચુકાદો દાયકા જૂની પરંપરાથી અલગ છે અને યુનિવર્સિટીઓએ વિદ્યાર્થીઓમાં વૈવિધ્ય રાખવાની “તેમની પ્રતિબદ્ધતા છોડી દેવી જોઈએ નહીં”. અમેરિકામાં હજુ પણ ભેદભાવ છે. આજના નિર્ણયથી આ હકીકત બદલાતી નથી. હું માનું છું કે આપણી કોલેજો વંશીય રીતે વૈવિધ્યસભર હોય ત્યારે વધુ મજબૂત હોય છે… આપણે આ નિર્ણયને અંતિમ નિર્ણય બનવા દેવો જોઇએ નહી.
કમલા હેરિસે જણાવ્યું હતું કે કોલેજ પ્રવેશમાં “એફિર્મેટિવ એક્શન” સમાપ્ત કરવાનો યુએસ સુપ્રીમ કોર્ટનો નિર્ણય “તકનો ઇનકાર” છે. આ ચુકાદો સંપૂર્ણપણે અયોગ્ય છે. તે તે ઇતિહાસ, અસમાનતા પુરાવા તથા વૈવિધ્યતાથી ક્લાસરૂમમાં આવતી મજબૂતાઈની અવગણના કરે છે.
સુપ્રીમ કોર્ટના ચુકાદાનો વિરોધ કરતાં ભૂતપૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામાએ જણાવ્યું હતું કે કે હકારાત્મક પગલાંની નીતિઓએ તેમના અને તેમની પત્ની મિશેલ સહિત ઘણી પેઢીઓના વિદ્યાર્થીઓ પોતાની જાત સાબિત કરવાની તક આપી છે. તમામ વિદ્યાર્થીઓને સફળતાની તક મળે તે માટે આવી પોલિસીઓ જરૂરી છે.