કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટુડ્રોએ તાજેતરમાં BAPS ટોરોન્ટો મંદિરની મુલાકાત લીધી હતી અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદ લીધાં હતાં. કેનેડામાં BAPS ટોરોન્ટો 50 વર્ષની ઉજવણી કરી રહ્યું છે ત્યારે ટ્રુડોની મુલાકાતનું આ વિશેષ મહત્ત્વ છે. શ્રી સ્વામિનારાયણ મંદિરમાં સંતોએ તેમનું સ્વાગત કર્યું હતું.

જસ્ટિન ટુડ્રોએ જણાવ્યું હતું કે 50 વર્ષોથી BAPS કેનેડાના પરિવારનો એક મહત્ત્વનો હિસ્સો બન્યું છે.  અમે BAPS ટોરોન્ટો સમુદાયના સભ્યો સાથે તેમની 50મી વર્ષગાંઠની ઉજવણી કરવા માટે જોડાયા હતાં. અમે પુનરુચ્ચાર કરીએ છીએ કે તમે કેવી રીતે પ્રાર્થના કરો છો અને ક્યાંથી આવો છે તે મહત્ત્વનું નથી અને તમામને હંમેશા કેનેડામાં આવકારીએ છીએ.

કેનેડાના વડા પ્રધાને અગાઉ 13 ઓક્ટોબર 2019ના રોજ ટોરોન્ટોમાં BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી હતી. તે મુલાકાત આ મંદિરની તેમની ત્રીજા અને વડાપ્રધાન તરીકે બીજી મુલાકાત હતી.

 

 

LEAVE A REPLY