એરલાઇન કંપની ઇન્ડિગોની માલિક કંપની ઇન્ટરગ્લોબ એવિયેશનનું માર્કેટકેપ બુધવાર, 28 જૂને રૂ.1 લાખ કરોડને વટાવી ગયું હતું. આ સીમાચિહ્ન હાંસલ કરનારી તે પ્રથમ એરલાઇન બની હતી. બુધવારે કંપનીના શેરમાં 3.55 ટકાની તેજી આવી હતી અને શેર રૂ.2,619.85એ બંધ આવ્યો હતો. શેરમાં તેજીને પગલે તેનું માર્કેટકેપ બીએસઇમાં રૂ.1,01,007.56 થયું હતું.
ગયા અઠવાડિયે સોમવારે, ઈન્ડિગોએ એરબસ પાસેથી 500 નેરો-બોડી પ્લેન ખરીદવાનો ઓર્ડર આપવાની જાહેરાત કરી હતી. કે એરલાઈન લાંબા ગાળાના વિકાસના મહત્વાકાંક્ષી માર્ગ પર આગળ વધી રહી છે. ઈન્ડિગોનો આ ઓર્ડર એરલાઈન્સ દ્વારા આપવામાં આવેલો અત્યાર સુધીનો સૌથી મોટો ઓર્ડર છે. ઇન્ડિગો દેશની સૌથી મોટી ડોમેસ્ટિક કેરિયર છે અને તે તેની આંતરરાષ્ટ્રીય કામગીરીને પણ વિસ્તારી રહી છે. મે મહિનામાં તેનો સ્થાનિક બજાર હિસ્સો 61.4 ટકા હતો.