યુએસ સ્થિત ઇન્વેસ્ટમેન્ટ ફર્મ GQG પાર્ટનર્સ અને અન્ય રોકાણકારોએ અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ અને અદાણી ગ્રીન એનર્જીમાં $900 મિલિયનથી વધુનો હિસ્સો ખરીદ્યો છે, સૂત્રોના જણાવ્યા અનુસાર રોકાણકારોએ અદાણી પરિવાર પાસેથી હિસ્સો ખરીદ્યો હતો.
અબજોપતિ ગૌતમ અદાણીની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસના શેરોમાં બુધવારે 1.8 કરોડ શેરની બ્લોક ડીલ થઈ હતી. અદાણી ગ્રીન એનર્જીના શેરોમાં 24 મોટા સોદાઓ થયા હતા અને કુલ 11.4 લાખ શેરના સોદા થયા હતા. અદાણી એન્ટરપ્રાઈઝમાં ₹2,300ના ભાવે બ્લોક ડીલ થઈ હતી. અદાણી ગ્રીન માટે સોદાની કિંમત ₹920 રૂપિયા હતી.
અદાણ ગ્રૂપના શેરોમાં તેજીને પગલે શેરબજારના ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી અત્યાર સુધીના સર્વોચ્ચ ઊંચા સ્તરે સ્પર્શ્યા હતા. આ વર્ષની શરૂઆતમાં GQG પાર્ટનર્સે અદાણી ગ્રુપમાં $1.9 બિલિયનનું રોકાણ કર્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર ઇન્વેસ્ટમેન્ટ ફર્મે ત્યારથી અત્યાર સુધીમાં તેનો હિસ્સો 400 મિલિયનથી વધુ વધાર્યો છે.