(ANI Photo)

ગુજરાતમાં રવિવાર, 25 જૂને ચોમાસાનો વિધિવત પ્રારંભ થયા પછીથી સતત અનેક જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. ગુરુવાર, 29 જુલાઇએ, અમદાવાદ, સુરત, મહેસાણા સહિતના જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. અમદાવાદમાં છેલ્લાં ત્રણ દિવસથી વાદળછાયુ વાતાવરણ છે અને ગુરુવારે પૂર્વ અમદાવાદમાં ભારે વરસાદથી રસ્તા પર પાણી ભરાયા હતા.
રાજ્યના મહુવા, બારડોલી, વ્યારા, ઉના, વાલોડ, નિઝર, બાયડ, મહેસાણા, તિલકવાડા, સુત્રાપાડા, સોનગઢ, બાલાસિનોર, ધનસુરા સહિતના તાલુકામાં ગુરુવારે બે ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો.

અમદાવાદ માત્ર ગણતરીના કલાકમાં વરસેલા ધોધમાર વરસાદે ઠેરઠેર પાણી ભરાયા હતા. શહેરના સરદારનગર, કોતરપુર, નરોડા સહિતના વિસ્તારોમાં એક ઇંચથી ચાર ઈંચ વરસાદ પડ્યો હતો.. ચાંદખેડા, સાબરમતી, મોટેરા વિસ્તારમાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.

સુરતના મહુવામાં 6 ઈંચ અને ઉનામાં 4 કલાકમાં 4 ઈંચ વરસાદ પડ્યો હતો. મેઘરાજાએ તાપી જિલ્લાને ધમરોળી નાંખ્યો હતો. તાપી જિલ્લાના ગ્રામીણ વિસ્તારના લો લેવલ પુલો પાણીમાં ગરકાવ થતાં તેને બંધ કરાયા હતા.
ઉના શહેરમાં પવન સાથે 4 ઇંચ વરસાદ વરસ્યો હતો. ગીર સોમનાથ જિલ્લામાં વહેલી સવારથી જ કેટલાક તાલુકા મથક પર વરસાદી માહોલ જામ્યો હતો. હવામાન વિભાગે રાજ્યમાં આગામી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હતી.

રાજ્યના 185 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો.. આ સમયે સૌથી વધુ વરસાદ વલસાડમાં 6 ઈંચ તથા પલસાણા, ઉમરગામ અને વાલોદમાં 5 ઈંચની આસપાસ જોવા મળ્યો હતો..વલસાડના પારડીમાં 24 કલાકમાં 6 ઇંચ વરસાદ, સુરતના કામરેજમાં 24 કલાકમાં 6 ઇંચ વરસાદ, વલસાડમાં 6 ઇંચ, પલસાણામાં 5.5 ઇંચ વરસાદ, ઉમરગારમાં 5 ઇંચ, વાલોદમાં 5 ઇંચ વરસાદ થયો હતો.વાપી, ખેરગામ, ધરમપુરમાં 4.5 ઇંચ વરસાદ, કેશોદમાં સવા ચાર ઇંચ વરસાદ ખાબક્યો હતો. વિસાવદમાં 4 ઇંચ, કુતિયાણામાં 4 ઇંચ, કોડિનાર, વ્યારા, માંડવીમાં 4-4 ઇંચ વરસાદ પડ્યો હતો.

LEAVE A REPLY