Renovation of Kejriwal's house at a cost of Rs 45 crore
દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે 14 જૂન 2021ના રોજ અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. (PTI Photo)

રાષ્ટ્રીય ઓડિટર કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ (CAG) દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના બંગલાના રિનોવેશનમાં થયેલી કથિત ગેરરીતિઓ અને નિયમભંગનું વિશેષ ઓડિટ કરશે. આમ આદમી પાર્ટીએ કેન્દ્રના આ નિર્ણયની નિંદા કરતાં જણાવ્યું હતું કે 2024ની લોકસભાની ચૂંટણીમાં પરાજયની ધારણા હોવાથી ભાજપ હતાશામાં આવા પગલાં લઈ રહ્યો છે. બીજી તરફ દિલ્હી ભાજપના પ્રમુખ વીરેન્દ્ર સચદેવે કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાનને “શીશ મહેલ” ગણાવ્યો હતો અને CAGના ઓડિટનું સ્વાગત કર્યું હતું. 

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે લેફ્ટનન્ટ ગવર્નર વી કે સક્સેનાના 24 મેના પત્રની નોંધ લઈને વિશેષ CAG ઓડિટની ભલામણ કરી છે. ઉપરાજયપાલના પત્રમાં પ્રથમ દૃષ્ટિએ નાણાકીય ગેરરીતિનો ઉલ્લેખ કરાયો હતો. કેજરીવાલના બંગલાના રિનોવેશનનો મુદ્દે એપ્રિલમાં બહાર આવ્યો હતો. આ પછી ભાજપ અને આમ આદમી પાર્ટી એકબીજા સામે આક્ષેપ કર્યો છે. મુખ્ય સચિવના અહેવાલો અનુસાર રિનોવેશનના નામે નવી ઇમારતનું સંપૂર્ણ બાંધકામ કે પુનઃનિર્માણ કરાયું હતું. આ બંગલાના રિનોવેશનનો પ્રાથમિક ખર્ચ રૂ.15થી 20 કરોડ અંદાજવામાં આવ્યો હતો. પરંતુ અત્યાર સુધી આશરે રૂ.53 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છેજે પ્રારંભિક અંદાજ કરતાં ત્રણ ગણા છે. વધુમાં રેકોર્ડ દર્શાવે છે કેપ્રિન્સિપલ સેક્રેટરી (PWD)ની મંજૂરીઓ ટાળવા માટે દરેક વખતે  રૂ.10 કરોડથી ઓછી રકમની મંજૂરી વારંવાર લેવામાં આવી હતી.  

LEAVE A REPLY