BJP leader shot dead in public in Vapi
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ઇસ્લામિક ત્રાસવાદીઓ ઉત્તરપૂર્વીય નાઇજીરીયામાં ગળા કાપીને આઠ ખેડૂતોની કરપીણ હત્યા કરી હતી અને બીજા 10નું અપહરણ કર્યું હતું. આ હુમલો ગુરુવારે બોર્નો રાજ્યના માફા જિલ્લામાં કરવામાં આવ્યો હતો.  આ વિસ્તાર દેશમાં અનાજના ઉત્પાદન માટે મહત્ત્વનો છે અને તાજેતરમાં ત્રાસવાદીઓની ગતિવિધિમાં વધારો થયો છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે હુમલાખોરોએ ખેડૂતોના ગળા કાપીને ઘાતકી હત્યા કરી હતી. રાજ્યના ગવર્નર બાબાગના ઝુલુમે જણાવ્યું હતું કે બોર્નોમાં હિંસાને કારણે વિસ્થાપિત બનેલા લોકોને સરકાર તેમના ગામડામાં પરત જવા અને નવેસરથી જીવન જીવવા માટે પ્રોત્સાહન આપી રહી છે, ત્યારે સરકારના પ્રયાસોને ફટકો મારવા માટે આ હુમલો કરાયો હતો. સુરક્ષા દળોએ પડકારનો સામનો કરવાની જરૂર છે, પરંતુ સ્થાનિક રહેવાસીઓને વ્યક્તિગત સાવચેતી રાખવી જોઇએ.

ઇસ્લામિક ઉગ્રવાદી બળવાખોરોએ આ પ્રદેશમાં ઇસ્લામિક કાયદા અથવા શરિયતના અમલ માટે 2009માં બોર્નોમાં હિંસા ચાલુ કરી હતી. આતંકવાદી બોકો હરામ જૂથ અને ઇસ્લામિક સ્ટેટ જૂથ દ્વારા સમર્થિત એક ત્રાસવાદી જૂથની હિંસામાં ઓછામાં 35,000 લોકો માર્યા ગયા છે અને 20 લાખ વધુ લોકો વિસ્થાપિત થયા છે. તાજેતરના મહિનાઓમાં બોર્નોના ખેડૂત સમુદાયોને વારંવાર નિશાન બનાવવામાં આવ્યા છે. તેનાથી ભૂખમરાનું જોખમ ઊભું થયું છે.

સ્થાનિક રહેવાસી મોડુ ઈબ્રાહિમે જણાવ્યું હતું કે જ્યાં ખેડૂતોના મૃતદેહ મળ્યા હતાં ત્યાં કોઈ સુરક્ષા દળો નહોતા. ઉગ્રવાદીઓએ એક કિશોર જવા દીધો હતો, જેથી તે ગામલોકોને આ હુમલા અંગે સંદેશ આપી શકે.

 

LEAVE A REPLY