વેગનર ગ્રૂપનો 62 વર્ષીય વડો પ્રિગોઝિનને Press service of "Concord"/Handout via REUTERS

રશિયા અને યુક્રેન વચ્ચે આશરે 14 મહિનાથી ચાલી રહેલા યુદ્ધમાં રવિવારે નવો વળાંક આવ્યો હતો. આ યુદ્ધમાં અત્યાર સુધી રશિયાને સમર્થન કરી રહેલી પ્રાઇવેટ આર્મી વેગનર ગ્રૂપે રશિયા સામે બળવો કર્યો હતો અને રોસ્ટોવડોન નામના રશિયાના શહેરના મિલિટરી હેડક્વાર્ટર પર કબજો કરી લીધો હોવાનો દાવો કર્યો દાવો કર્યો હતો. જોકે પછીથી નેતા યેવજેની પ્રિગોઝિન પોતાના ભાડૂતી સૈનિકો પાછા બોલાવી લીધા હતા અને રશિયાએ તેની સામેના કેસો પાછા ખેંચી લેવાની જાહેરાત કરી હતી.

અગાઉ બળવા પછી રશિયન પ્રમુખ વ્લાદિમીર પુટિને શનિવારે ભાડૂતી ગ્રૂપના વડા યેવજેની પ્રિગોઝિનને આકરી સજા કરવાની જાહેરાત કરી હતી. તેને બળવો અને વિશ્વાસઘાત ગણાવ્યો હતો. વેગનર ગ્રૂપના બળવાને કારણે મોસ્કોમાં સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો હતો.

પુતિને રાષ્ટ્રને કરેલા સંબોધનમાં આ બળવોને પીઠમાં છરો ભોંકવા સમાન ગણાવ્યો હતો. આ બળવો બે દાયકાથી સત્તામાં રહેલા પુતિન સામે સૌથી મોટો ખતરો બન્યો હતો.રાષ્ટ્રને કરેલા સંબોધનમાં પુતિને આ બળવાને વિશ્વાસઘાત અને રાજદ્રોહ ગણાવીને જણાવ્યું હતું કે બળવાનું ષડયંત્ર કરનારાઓએ આકરી સજા ભોગવવી પડશે. બીજી તરફ પ્રિગોઝિને કહ્યું હતું કે તેના લડવૈયાઓ શરણાગતિ સ્વીકારશે નહીં, કારણ કે અમે નથી ઇચ્છતા કે દેશ ભ્રષ્ટાચાર, કપટ અને અમલદારશાહીમાં જીવે. તેને પોતાની ટેલિગ્રામ ચેનલ પર એક ઓડિયો સંદેશમાં કહ્યું હતું કે અમે માતૃભૂમિ સાથે વિશ્વાસઘાત કર્યો નથી અને પ્રેસિડન્ટ મોટી ભૂલ કરી રહ્યાં છે. અમે અમારી માતૃભૂમિના દેશભક્ત છીએ.આ લશ્કરી બળવો નથી, પરંતુ ન્યાયની કૂચ છે.

પ્રિગોઝિને આક્ષેપ કર્યો હતો કે યુક્રેન યુદ્ધમાં રશિયાની આર્મી તેના દળો સામે અવરોધ ઊભો કરી રહી છે. પ્રિગોઝિને રોસ્ટોવ-ઓન-ડોનના સૈન્ય મુખ્યાલયમાંથી પોતાનો વીડિયો પોસ્ટ કર્યો હતો અને દાવો કર્યો કે તેમના દળોએ આ શહેરમાં એરફિલ્ડ અને અન્ય સૈન્ય સુવિધાઓ પર નિયંત્રણ મેળવી લીધું છે. સોશિયલ મીડિયા પરના અન્ય વીડિયોમાં ટેન્ક સહિતના લશ્કરી વાહનો શેરીઓમાં ફરજા જોવા મળ્યાં હતાં. પ્રિગોઝિને જણાવ્યું હતું કે અમે અમારા માર્ગમાં આવતા એક પણ વ્યક્તિને માર્યો નથી. તેના દળોએ બંદૂકની એક પણ ગોળી છોડ્યાં વિના લશ્કરી મુખ્ય મથકને કબજે કર્યું છે. જોકે આ દાવાને સ્વતંત્ર પુષ્ટી મળી ન હતી. રશિયન સત્તાવાળાઓએ હજી સુધી કોઈ જાનહાનિની ​​અહેવાલ આપ્યાં નથી.

LEAVE A REPLY