અમદાવાદમાં હવામાન વિભાગે ગુજરાતના અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, મહીસાગર, મહેસાણા, પંચમહાલ, પાટણ, સાબરકાંઠા, છોટા ઉદેપુર, ડાંગ, નર્મદા, નવસારી, તાપી, વલસાડ, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરી છે.

આ ઉપરાંત કેન્દ્રશાસિત પ્રદેશ દમણ-દાદરા નગર હવેલી, દીવમાં પણ વરસાદ પડવાની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ શનિવારે રાજ્યમાં છૂટોછવાયો વરસાદ પડ્યો છે. પાટનગર ગાંધીનગર સહિત ઉત્તર, પૂર્વ અને મધ્ય ગુજરાતમાં શનિવારે સવારથી વરસાદ હતો. બીજી તરફ હવામાન અંગે આગાહી કરતી સંસ્થા સ્કાયમેટના અનુમાન પ્રમાણે, ગુજરાતમાં 27 કે 28 જુલાઇએ નૈઋત્યના ચોમાસાનો વિધિવત્ પ્રારંભ થવાની સંભાવના છે. ચોમાસાની શરૂઆતમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે.

આવનારા પાંચ દિવસમાં અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને સરેરાશ મહત્તમ તાપમાન 37 ડિગ્રીથી ઘટે તેવી સંભાવના છે. જોકે, સ્કાયમેટની આગાહી મુજબ અમદાવાદમાં 28 જૂનથી વરસાદની સંભાવના 60 ટકાથી 75 ટકા વચ્ચે હશે. અમદાવાદના વાતાવરણમાં બાફના કારણે લોકો ત્રસ્ત છે.

LEAVE A REPLY