વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને અમેરિકન પ્રેસિડેન્ટ જો બાઇડેને વોશિંગ્ટન ડીસીમાં વ્હાઇટ હાઉસ ખાતે ભારત-યુએસ હાઇ-ટેક હેન્ડશેક ઇવેન્ટમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમનું સંચાલન યુએસના વાણિજ્ય સચિવ જીના રાયમોન્ડો કર્યું અને ટેક કંપનીઓ અને સ્ટાર્ટઅપ્સના અગ્રણી ભારતીય અને અમેરિકન સીઈઓની તેમાં ભાગ લીધો. ફોરમનું વિષયોનું ફોકસ ‘એઆઈ ફોર ઓલ’ અને ‘મેન્યુફેક્ચરિંગ ફોર મેનકાઇન્ડ’ પર હતું.
આ કાર્યક્રમ બંને નેતાઓ માટે ભારત અને યુએસએ વચ્ચે પ્રગાઢ થતા ટેકનોલોજી સહયોગની સમીક્ષા કરવાની તક હતી. તેમના નાગરિકો અને વિશ્વની જરૂરિયાતોને પહોંચી વળવા માટે AI સક્ષમ સર્વસમાવેશક અર્થતંત્રને અપનાવવામાં ભારત-યુએસ ટેક્નોલોજી ભાગીદારીની ભૂમિકા અને સંભવિતતા પર કેન્દ્રીત ચર્ચાઓ થઈ હતી. CEOs એ બે ટેક ઇકોસિસ્ટમ્સ, ભારતના પ્રતિભાશાળી કાર્યબળ અને ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ભારત દ્વારા કરવામાં આવેલી એડવાન્સિસ, વૈશ્વિક સહયોગનું નિર્માણ કરવા વચ્ચેના હાલના જોડાણોનો લાભ મેળવવાની રીતોની શોધ કરી હતી. તેઓએ વ્યૂહાત્મક સહયોગને કિકસ્ટાર્ટ કરવા, ધોરણો પર સહકાર આપવા અને નવીનતાને પ્રોત્સાહન આપવા સંબંધિત ઉદ્યોગો વચ્ચે નિયમિત જોડાણ માટે હાકલ કરી હતી.
તેમની ટિપ્પણીમાં, વડાપ્રધાને સામાજિક-આર્થિક વૃદ્ધિ માટે ભારત-યુએસ ટેક સહયોગનો ઉપયોગ કરવાની અપાર સંભાવનાઓને રેખાંકિત કરી હતી. તેમણે નવીનતાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવામાં ભારતના પ્રતિભાશાળી યુવાનોના યોગદાનને પણ બિરદાવ્યું હતું. પ્રેસિડેન્ટ બાઇડેને સીઈઓને ભારત-યુએસ ટેક પાર્ટનરશિપને બાયોટેકનોલોજી અને ક્વોન્ટમ સહિતના નવા ક્ષેત્રોમાં વિસ્તરણ કરવામાં મદદ કરવા હાકલ કરી હતી. બંને નેતાઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત-યુએસ ભાગીદારી આપણા લોકો અને વિશ્વ માટે વધુ સારા ભવિષ્યના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવશે.
ઇવેન્ટમાં ભાગ લેનાર ઉદ્યોગપતિઓ:
યુએસએ તરફથી:
1. રેવતી અદ્વૈથી, સીઈઓ, ફ્લેક્સ
2. સેમ ઓલ્ટમેન, સીઈઓ, ઓપનએઆઈ
3. માર્ક ડગ્લાસ, પ્રમુખ અને CEO, FMC કોર્પોરેશન
4. લિસા સુ, સીઇઓ, એએમડી
5. વિલ માર્શલ, સીઈઓ, પ્લેનેટ લેબ્સ
6. સત્ય નડેલા, સીઈઓ, માઈક્રોસોફ્ટ
7. સુંદર પિચાઈ, CEO, Google
8. હેમંત તનેજા, CEO અને મેનેજિંગ ડિરેક્ટર, જનરલ કેટાલિસ્ટ
9. થોમસ ટુલ, સ્થાપક, તુલ્કો એલએલસી
10.સુનિતા વિલિયમ્સ, નાસા અવકાશયાત્રી
ભારત તરફથી:
1. આનંદ મહિન્દ્રા, ચેરમેન, મહિન્દ્રા ગ્રુપ
2. મુકેશ અંબાણી, ચેરમેન અને એમડી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ
3. નિખિલ કામથ, સહ-સ્થાપક, ઝેરોધા અને ટ્રુ બીકન
4. કુ. વૃંદા કપૂર, સહ-સ્થાપક, 3rdiTech