બુકર હોલસેલના ભૂતપૂર્વ ચીફ એક્ઝિક્યુટિવ, ચેરિટી ગ્રોસરીએઇડના પ્રમુખ અને ફૂડ રિટેલિંગ ઉદ્યોગમાં એક આદરણીય ચાર્લ્સ વિલ્સનને બિઝનેસ અને પરોપકારની સેવાઓ માટે CBE એનાયત કરાયો હતો.
2005માં બુકરમાં ચીફ એક્ઝિક્યુટિવ તરીકે જોડાયેલા વિલ્સને 2018માં બુકરના ટેસ્કો સાથેના વિલીનીકરણમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. જે પછી ટેસ્કોના યુકે અને આયર્લેન્ડ રિટેલ અને જથ્થાબંધ કામગીરીના ચીફ એક્ઝિક્યુટિવ તરીકે નિમણૂક કરાઇ હતી. 2020 અને 2021 દરમિયાન ગ્રોસરી એઇડના પ્રમુખ તરીકે સેવા આપી હતી. કોવિડ-19 રોગચાળાના પડકારો દ્વારા તેમણે ચેરિટીનું નેતૃત્વ કર્યું હતું. વિલ્સનને એશિયન ટ્રેડર એવોર્ડ્સ 2020નો રામ સોલંકી લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ એનાયત કરાયો હતો.
વિલ્સને ગરવી ગુજરાતને જણાવ્યું હતું કે, “હું CBE થી સન્માનિત થવા બદલ નમ્ર છું અને ગ્રોસરીએડમાં સામેલ દરેક વ્યક્તિ વતી આ માન્યતા સ્વીકારવા બદલ મને ગર્વ છે. હું ત્રીસ વર્ષથી એશિયન ટ્રેડર (એશિયન મીડિયા ગ્રુપ દ્વારા પ્રકાશિત)નો વાચક છું અને સોલંકી પરિવાર, સંપાદકીય ટીમ અને તમામ વાચકોનો આભાર માનું છું.”