મહારાજાના જન્મદિવસનું સન્માન એવા લોકોને અપાય છે જેમણે જાહેર જીવનમાં સિદ્ધિઓ મેળવી છે અને બ્રિટનની સેવા અને મદદ કરવા માટે પોતાને પ્રતિબદ્ધ કર્યા છે. આ સન્માનની જાહેરાત દર વર્ષે જૂનમાં ધામધૂમથી ઉજવવામાં આવતા રાજાના સત્તાવાર જન્મદિવસની પૂર્વસંધ્યાએ કરવામાં આવે છે. સ્વતંત્ર નિષ્ણાતોની સમિતિઓ વર્ષમાં બે વાર નામાંકનની સમીક્ષા કરવા માટે મળે છે અને પછી મુખ્ય સમિતિ અંતિમ સૂચિ નક્કી કરે છે. તે પછી તે યાદી બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનકને અને તે પછી રાજાને સત્તાવાર રીતે બહુમાન એનાયત કરવા માટે મોકલવામાં આવે છે.
જો તમે કોઇ પણ અદ્ભુત સફળતા હાંસલ કરી હોય તેવી વ્યક્તિનું નામ સન્માન માટે નોમિનેટ કરવા માંગતા હો તો https://www.gov.uk/honours મુલાકાત લેવા વિનંતી છે.