તાજેતરમાં વાટાઘાટોનો 10મો રાઉન્ડ પૂર્ણ કરનાર ભારત-યુકે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ્સ (એફટીએ) બન્ને દેશો માટે લાભકારી બની રહેશે એમ ભારતના ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (FICCI) ના પ્રમુખ સુભ્રકાંત પાંડાએ જણાવ્યું હતું.

આ અઠવાડિયે FICCI ફોરમ ઓફ પાર્લામેન્ટેરિયન્સ માટે યુકે આવેલા પાંડાએ જણવ્યું હતું કે “જ્યાં સુધી ભારતીય બિઝનેસીસનો સંબંધ છે ત્યાં સુધી અમે સ્પર્ધાત્મક, આત્મવિશ્વાસથી ભરપૂર છીએ અને વિશ્વ સાથે જોડાણ કરવા ઈચ્છીએ છીએ. મને લાગે છે કે FTAs એક લેવલ પ્લેઇંગ ફિલ્ડ આપે છે અને તે નિયમો આધારિત હોય. ભારત અને યુકેની સરકારો ઉગ્ર ચર્ચામાં વ્યસ્ત છે અને 10 રાઉન્ડ પૂરા થયા છે. બંને સરકારોએ સમાન ગ્રાઉન્ડ શોધવું પડશે અને તે કોઈપણ કરારની જેમ બન્ને પક્ષ માટે લાભકારી હોવું જોઇએ. બન્ને દેશો અંદાજિત GBP34 બિલિયનના મૂલ્યના દ્વિપક્ષીય વેપાર સંબંધોને નોંધપાત્ર રીતે વધારવાની અપેક્ષા રાખે છે. અમે ભારત સરકારને ચેમ્બર તરીકે જે કંઈપણ ઇનપુટ આપવાના હતા તે ઓફર કર્યા છે.”

તેઓ ઇન્ડિયન મેટલ્સ એન્ડ ફેરો એલોય લિમિટેડ (IMFA) ના મેનેજિંગ ડિરેક્ટર છે.

LEAVE A REPLY