(istockphoto.com)

સંયુક્ત આરબ અમીરાત (UAE)ના AD પોર્ટ્સ ગ્રૂપે ગુરુવારે પાકિસ્તાનની કરાચી પોર્ટની ડોકિંગ ફેસિલિટીના સંચાલનને હસ્તગત કરવાની સમજૂતી પર હસ્તાક્ષર કર્યાં હતા. આ ડીલ $220 મિલિયનમાં થઈ છે. કરાચી બંદર પાકિસ્તાનનું સૌથી જૂનું અને સૌથી વ્યસ્ત છે અને તેમાં 33 બર્થ છે. તેમાંથી યુએઇની કંપનીએ આગામી 50 વર્ષ માટે ચાર બર્થને લીઝ પર રાખી છે.

તીવ્ર નાણાભીડનો સામનો કરી રહેલું પાકિસ્તાન હાલમાં મોટા વિદેશ રોકાણ માટેની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યું છે ત્યારે આ સોદો થયો છે. એડી પોર્ટ્સ ગ્રૂપે રાજ્યની માલિકીની હેન્ડલિંગ એજન્સી કરાચી પોર્ટ ટ્રસ્ટ (કેપીટી) પાસેથી બર્થ ફેસિલિટી ટેકઓવર કરવા માટે યુએઈની અન્ય કંપની કાહીલ ટર્મિનલ્સ સાથે સંયુક્ત સાહસની રચના કરી છે.

AD ગ્રુપના નિવેદનમાં જણાવાયું હતું કે સંયુક્ત સાહસ આગામી 10 વર્ષોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સુપરસ્ટ્રક્ચરમાં નોંધપાત્ર રોકાણ કરશે. આ ફેસિલિટીમા મોટો જહાજો લંગાવી શકાય તેવી સુવિધા ઊભી કરાશે. તેના કન્ટેનર સ્ટોરેજ એરિયામાં પણ વધારો કરાશે. તેનાથી ટર્મિનલમાં 8,500 કેન્ટેનર્સ સુધીની વહન ક્ષમતા ધરાવતા જહાજો લાવી શકાય છે. તેની કેપિસિટી વધાીને વાર્ષિક એક મિલિયન કન્ટેનર્સની કરાશે.

UAE પાકિસ્તાનની અર્થવ્યવસ્થામાં અનુદાન, લોન અને પ્રત્યક્ષ રોકાણના સ્વરૂપમાં મોટું યોગદાન આપે છે. અગાઉ યુએઇએ નાદાર થવાની અણી પર આવી સરકારને બચાવી લીધી હતી.

LEAVE A REPLY