પંજાબમાં ખાલિસ્તાનના સમર્થક અમૃતપાલસિંહના ગુરૂ મનાતા અને ખાલિસ્તાન લિબરેશન ફોર્સ નામના સંગઠનના વડા અવતાર સિંહ ખાંડાનુ લંડન ખાતે ગત સપ્તાહે મોત થયુ હતું. બ્રિટનના મેડિકલ રિપોર્ટ પ્રમાણે તેને બ્લડ કેન્સર હતું.
તાજેતરમાં બ્રિટન ખાતેના ભારતીય હાઇકમિશન પર થયેલા હુમલાઓ પાછળ અવતારસિહંનો હાથ હતો. અહેવાલો પ્રમાણે તે બ્રિટનના બર્હિંગહામ શહેરની એક હોસ્પિટલમાં દાખલ કરાયો હતો અને તેના શરીરમાંથી ઝેર પણ મળી આવ્યુ હતું. અવતારસિંહ માટે કહેવાય છે કે, તેણે જ જેલમાં બંધ ખાલિસ્તાની અમૃતપાલસિંહને તૈયાર કર્યો હતો અને તેને ભારતમાં વારિસ પંજાબ દે. . સંગઠનના નેતા તરીકે મોકલ્યો હતો.
જેણે પંજાબમાં બાદમાં હાહાકાર મચાવ્યો હતો.અવતાર સિંહને પોલીસે ભારતના હાઈ કમિશન પરથી તિરંગો ઉતારવાના ગુનામાં પકડ્યો હતો. ખાંડાએ યુવાઓને બોમ્બ બનાવવાની અને તેનો ઉપયોગ કરવાની પણ ટ્ર્ેનિંગ આપી હતી. અવતારસિંહ જ હતો. 2007માં તે બ્રિટનમાં ભણવા માટે ગયો હતો અને ત્યાં શરણાર્થી તરીકે રહેવા માંડ્યો હતો.
દિલ્હીના નેહરૂ મેમોરિયલનું નામ બદલી નંખાયું દિલ્હીમાં આવેલા વિખ્યાત નહેરુ મેમોરિયલનું નામ બદલીને પીએમ મેમોરિયલ કરી દેવામાં આવ્યું છે. જોકે આ અહેવાલ પર કોંગ્રેસે આકરી પ્રતિક્રિયા આપી હતી. કોંગ્રેસે કહ્યું કે આ મોદી સરકારના બદલો લેવા અને સંકુચિત માનસિકતાના પરિણામ છે.
નવી દિલ્હીમાં સ્થિત નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાઇબ્રેરીનું નામ બદલી દેવામાં આવ્યું છે. હવે તે પ્રાઇમ મિનિસ્ટર મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી તરીકે ઓળખાશે.નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરી સોસાયટીની ખાસ બેઠકમાં તેનું નામ બદલીને પ્રાઇમ મિનિસ્ટર મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરી સોસાયટી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ વિશેષ બેઠકની અધ્યક્ષતા સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે કરી હતી, જેઓ સોસાયટીના ઉપાધ્યક્ષ છે.નહેરુ મેમોરિયલનું નામ બદલવાને લઈને કોંગ્રેસે મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું કે સંકુચિત માનસિકતા અને બદલો લેવાનું બીજું નામ મોદી છે.