(ANI Photo)

ભારતીય બેડમિન્ટન ખેલાડીઓ સાત્વિકસાઈરાજ રાન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ ઈન્ડોનેશિયા ઓપન બેડમિંટનનો ડબલ્સનો તાજ રવિવારે હાંસલ કર્યો હતો. મેન્સ ડબલ્સની ફાઇનલમાં આ ભારતીય ખેલાડીઓએ મલેશિયાના આરોન ચિયા અને સોહ વુઇ ચિકને સીધી ગેમ્સમાં 21-17, 21-18થી હરાવ્યા હતા. સાત્વિક અને ચિરાગની જોડીનું આ પહેલું સુપર 1000 વર્લ્ડ ટૂર ટાઇટલ છે. બન્નેએ મલેશિયન જોડી સામે 7 પરાજય પછી આ પ્રથમ સફળતા મેળવી હતી. આરોન ચિયા અને સોહ વુઇ યીક મેન્સ ડબલ્સમાં હાલમાં વર્લ્ડ ચેમ્પિયન છે.

ઈન્ડોનેશિયા ઓપનની ડબલ્સ ઈવેન્ટમાં ભારતનું પણ આ પહેલું ટાઈટલ છે. સાત્વિક અને ચિરાગ અગાઉ સુપર 100, સુપર 300, સુપર 500 અને સુપર 750ના ટાઇટલ હાંસલ કરી ચૂક્યા છે. તમામ સુપર ટાઇટલમાં વિજેતા હોય તેવી આ પ્રથમ ભારતીય જોડી છે. મેન્સ સિંગલ્સમાં કિદામ્બી શ્રીકાંતે વર્ષ 2017માં ટાઇટલ જીત્યું હતું.

સાત્વિક અને ચિરાગ કોમનવેલ્થ ગેમ્સના પણ ચેમ્પિયન છે.  સિંગલ્સમાં ભારતના એચ.એસ. પ્રનોય સેમિ ફાઈનલ સુધી જ પહોંચી શક્યો હતો. ડેનમાર્કના એક્ષ્લસૅને પ્રનોયને ૨૧-૧૫૨૧-૧૫થી ૪૬ મિનિટના મુકાબલામાં હરાવ્યો હતો. 

LEAVE A REPLY