Bumrah returns to Indian team for T20 World Cup
(ANI Photo/ IPL twitter)

ઈજાગ્રસ્ત થયા પછી સારવાર અને રીહેબની પ્રોસેસના કારણે લાંબા સમયથી ભારતીય ટીમની બહાર રહેલા મુખ્ય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ તેમજ એકાદ સીરીઝથી બહાર થયેલા મિડલ ઓર્ડર બેટર શ્રેયસ ઐયર હવે એશિયા કપથી ટીમમાં વાપસી કરે તેવી શક્યતા જણાય છે. આ બન્ને માટે ક્રિકેટ બોર્ડ જુલાઈ મહિનાની વેસ્ટ ઈન્ડિઝની સીરીઝનું જોખમ લેવા તૈયાર નહીં થાય તેવું મનાય છે. 

બંને હાલમાં પોતપોતાની પીઠની ઇજા પછી ફિટનેસ માટે ઝઝૂમી રહ્યા છે. બંનેનું ઓપરેશન કરાયું હતું અને હાલમાં તેઓ નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં રીહેબ કરી રહ્યાં છે. 

મળતા અહેવાલો મુજબ NCAનો મેડિકલ સ્ટાફ બુમરાહ અને શ્રેયસ અય્યર બંનેના સ્વસ્થ થવાથી ખુશ છે. 

બુમરાહ તો છેલ્લે છેક ગયા વર્ષે સપ્ટેમ્બરમાં આંતરરાષ્ટ્રીય મેચ ઓસ્ટ્રેલિયા સામે ટી-20માં રમ્યો હતો. એ પછી ઈજાના કારણે બુમરાહ ગયા વર્ષે ટી-20 વર્લ્ડ કપ અને એશિયા કપમાં નહોતો રમી શક્યો. બુમરાહે આ વર્ષે માર્ચમાં ન્યૂ ઝીલેન્ડમાં તેની પીઠની સર્જરી કરાવી હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસારબુમરાહ હાલમાં ફિઝિયોથેરાપી પર ધ્યાન આપી રહ્યો છે. ઉપરાંતતેણે NCAમાં નિષ્ણાતોની દેખરેખ હેઠળ લાઇટ બોલિંગ શરૂ કરી છે.

શ્રેયસ ઐયર આ વર્ષે ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે રમાયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ઈજાગ્રસ્ત થયો હતો. અગાઉની ઈજા પછી તેની વાપસી એ સીરીઝમાં થઈ હતી અને પછી ફરી પીઠની ઈજાને કારણે તેનો શ્રેણીની છેલ્લી ટેસ્ટમાં સમાવેશ નહોતો કરાયો.

LEAVE A REPLY